નાની ચીરઇની વાડીમાંથી 40 હજારનો દારૂ ઝડપાયો આરોપી નાસી છૂટ્યો

Views 117

ભચાઉના નાની ચીરઇની વાડીમાંથી બાતમીના આધારે સ્થાનિક પોલીસે પાડેલા દરોડામાં રૂ.40 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પરંતુ આરોપીઓ હાજર મળ્યા ન હતા, જ્યારે પુર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે અંજારના મેઘપર બોરીચીમા઼થી શરાબની હેરાફેરી કરતા ઇસમને 13 બોટલ સાથે પકડી લીધો હતો.

ભચાઉ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ દરમિયાન નાની ચીરઇ યશોદાધારના બસ સ્ટેશન પાસે પહો઼ચી ત્યારે બાતમી મળી હતી કે,યશોદાધામ રહેતા હરી વેલા આહીરે પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો મગાવી સંતાડ્યો છે. આ બાતમીના આધારે તેની વાડીમાં દરોડો પાડતાં ત્યાંથી રૂ.40,500 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 108 બોટલો મળી આવી હતી પરંતુ આરોપી હરી દરોડા દરમિયાન હાજર મળ્યો ન હતો. તેના વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તો પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અંજારના મેઘપર બોરીચીના અરિહંતનગરના ગેટ પાસે દેવી કૃપા કોમ્પલેક્સ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી જ્યુપીટરમાં દારૂની હેરાફેરી કરી રહેલા દશરથ ઉર્ફે રવિ હરિભા ગઢવીને રૂ.4,975 ની કિંમતના અંગ્રેજી દારૂની 13 બોટલ સાથે પકડી મોબાઇલ તેમજ વાહન સહિત કુલ રૂ.64,975 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. જો કે આ દારૂનો જથ્થો આપનાર નટવર ઉર્ફે નટુ પ્રહલાદભાઇ ઠાકોર હાજર મળ્યો ન હતો. બન્ને સામે પોલીસે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *