સરસ્વતી તાલુકાના ભાટસણ ખારેડા રોડ ઉપર બાઈક અને ટ્રેક્ટર અથડાતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. વાગડોદ પોલીસ મથકે ફરાર ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી. સરસ્વતી તાલુકાના ખારેડા ગામના કિરણજી પ્રકાશજી ઠાકોર ઉંમર વર્ષ 19 સોમવારે સાંજે 7:00 વાગ્યાના સમયે ભાટસણ ખારેડા રોડ ઉપર બાઇક પસાર થઈ રહ્યા હતા.
ત્યારે ભાટસણ નજીક સામેથી હુચેલ ભરીને આવી રહેલ ટ્રેક્ટર સાથે બાઈક અથડાતાં કિરણજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત થયું હતું.ઘટના બાદ ટ્રેક્ટરનો ડ્રાઇવર નાસી ગયો હતો. અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતાં. મૃતકના પરિવારને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
અને વાગડોદ પોલીસને જાણ કરવામાં આવ્યાં બાદ જંગરાલ સી.એચ.સી. કેન્દ્ર ખાતે પીએમ કરાવી લાશને વાલીવારસોને સોંપાઇ હતી અને ટ્રેક્ટરનો કબજો મેળવી સીઆરપીસી કલમ 174 મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છેે. આ અંગે નાગજીજી કાળુજી ઠાકોરે વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.