ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાં અમિતાભની એક્શન જુદા લેવલની બની છે

Views 73

યશ રાજની મેગાબજેટ-મલ્ટિસ્ટાર ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનું ટ્રેલર તાજેતરમાં રજૂ થયું એમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એક્શનને જુદા લેવલે લઇ ગયા હોવાનું જોઇ શકાતું હતું.
અગાઉ અમિતાભે ઘણી એક્શન ફિલ્મો કરી હતી. એંગ્રી યંગ મેેન તરીકે એક આખો યુગ સર્જ્યો હતો. જો કે છેલ્લા થોડા સમયથી એ ઝાઝી એક્શન કરતા નહોતા. ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાં એમણે ખુદાબક્ષ નામનું પાત્ર કર્યું છે. જો કે ટ્રેલરમાં સતત એમને આઝાદ તરીકે એાળખાવાયા હતા.
ટ્રેલર લોંચિંગ વખતે મિડિયા સાથે વાત કરતાં એમણે જરાય શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે હવે એક્શન કરવા જેવી મારી ઉંમર નથી.
ફિલ્મ શહેનશાહ પછી મેં નિરાંતનો શ્વાસ લીધો હતો કે હવે મારે પોલાદી પોષાક નહીં પહેરવો પડે. આજેય મારાં કેટલાંક હાડકાં ભાંગેલાં છે. એટલે હું એક્શન કરવાના મૂડમાં નહોતો.
ઉપરાંત ઠગ્સ ઑફ હિન્દુસ્તાનના મોટા ભાગનાં એક્શન દ્રશ્યો વરસાદ વરસતો હતો એવા સમયે હતા એેટલે મને વધુ ટફ લાગ્યા હતા.’લોકો માને છે કે એક્શન કરવાનું મોડર્ન ટેક્નોલોજીના પગલે સરળ બન્યું છે. મારા મતે ટેક્નોલોજીના કારણે ઊલટું એક્શન કરવાનું વધુ મુશ્કેલ બન્યું છે.
હવે સુરક્ષાની વ્યવસ્થા હોવાથી એ લોકો અમને ચાલીસ પચાસ ફૂટ ઊંચેથી કૂદવાનું કહે છે. એ બહુ જોખમી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *