ફિલ્મ સર્જક અભિષેક ડોગરાની ત્રીજી ફિલ્મ એક રોમાન્ટિક કોમેેડી હશે એેવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી. અભિષેકે ડોલી કી ડોલી ફિલ્મથી સર્જનક્ષેત્રે ઝંપલાવ્યું હતું.
જો કે ડોલી કી ડોલી રજૂ થઇ ગયા બાદ અભિષેકની બીજી ફિલ્મ ફ્રાઇડે છેક ત્રણ વર્ષના ગાળા બાદ રજૂ થઇ હતી. એટલે એને બોલિવૂડ બહુ સિરિયસલી લેતું નહોતું.
જો કે હવે અભિષેકની નિકટનાં સૂત્રો કહે છે કે ત્રીજી ફિલ્મને આટલો બધો સમય નહીં લાગે. હવે ડોગરા અગાઉની તુલનાએ વધુ સજ્જ છે.
એક ઇન્ટરવ્યૂમાં ડોગરાએ કહ્યું હતુંકે મારા પરિવાર પર ત્રાટકેલી એક ટ્રેજેડીના પગલે મારી બીજી ફિલ્મને રજૂ થતાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં. પરંતુ આ વખતે એવું નહીં થાય.
તેમણે કહ્યું કે મૂળ તો ફ્રાઇ ડે પણ એક કોમેડી છે. અમારી મૂળ યોજના મુજબ આ ફિલ્મ ચાલુ વર્ષના મેની ૧૧મીએ રજૂ થવાની હતી. ત્યારબાદ ૨૫મી મે જાહેર થઇ.
દરમિયાન, મારા પર ત્રાટકેલી ટ્રેજેડીએ બધું ખોરવી નાખ્યું. હવે અમે આ ફિલ્મ ઓક્ટોબરની ૧૨મીએ રજૂ કરવા જઇ રહ્યા છીએે.
અભિષેક ડોગરાની આગામી ફિલ્મ રોમાન્ટિક કોમેડી હશે
Views 94