એક સમય એવો હતો જ્યારે કામના સ્થળે જીન્સ પહેરવાની કોઈ કલ્પના સુધ્ધાં નહોતું કરતું. પણ બદલાતા સમય સાથે હવે ઓફિસમાં ડેનિમ પહેરવાનું ચલણ વધવા લાગ્યું છે. અલબત્ત, અહીં જીન્સ પહેરતી વખતે તમારે ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર હોય છે. જેમ કે…,
સફેદ ડેનિમ પર નેવી બ્લુ કે પછી કાળા રંગની જેકેટ અથવા બ્લેક ટોપ પહેરો. આ પોશાક સાથે રાતા કે નારંગી રંગની હેન્ડબેગ એકદમ નોખી તરી આવશે. જો તમને આવી બ્રાઈટ પર્સ લેતા સંકોચ થતો હોય તો બ્લેક એન્ડ વાઈટ અથવા માત્ર સફેદ કે પછી કાળી હેન્ડબેગ પણ સરસ દેખાશે.
જે માનુનીના નિતંબ પુષ્ટ હોય તેણે ડેનિમ ઉપર લાંબુ જેકેટ અથવા બ્લેઝર પહેરવું જોઈએ. સફેદ ટોપ સાથે ઘેરા ભૂરા રંગની જીન્સ અને તેના ઉપર નેવી બ્લુ કલરનું બ્લેઝર ખૂબ જચે છે. તમે ચાહો તો જર્સી ટી-શર્ટ પણ પહેરી શકો.
ડેનિમ પર સુઘડતાપૂર્વક બનાવવામાં આવેલા ફેન્સી પોકેટ પણ ઓફિસમાં સારાં લાગશે. હા, તેના ઉપર કોઈ પ્રકારનું ચીતરામણ કરાવવાની ભૂલ ન કરવી.
કામના સ્થળે જીન્સ પહેરો ત્યારે સ્પોર્ટસ શુઝ પણ ન પહેરવા. તેની સાથે ચામડાના જોડાં પણ નહીં શોભે એ વાતનું ધ્યાન રાખો. તમે ઓફીસમાં કેવા કલર ના કે કેવા પ્રકારના કપડા પહેરો છો તે ખરેખર ઘણું મહત્વુનું છે તમારુ આખુ કામ તમારા કપડા પર પણ ઘણી વખત આઘાર રાખતો હોય છે જેમ કે તમારા કપડા જોઈને સામે વાળી વ્યક્તિને ખબર પડવી જોઈએ કે આ ઓફિસમાં તમે કામ કરતા હશો.
ઓફિસમાં 'ડેનિમ' જીન્સ પહેરવા માટેની કાળજી
Views 78