ગાંધીનગર RTO માં સર્વર ડાઉન રહેવાથી 5 દિવસથી કામગીરી ઠપ્પ

Views 62

એક બાજુ પાયલોટ પ્રોજેક્ટ કરીને સરકાર ગાંધીનગર આરટીઓને ઓનલાઇન બનાવી ખરા અર્થમાં પેપર અને લાઇન લેસ કરવા માંગે છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી સર્વર ડાઉન હોવાને લઇને આરટીઓની કોઇ કામગીરી થઇ શકી નથી. એક પણ વાહનોના નંબર આ પાંચ દિવસ દરમિયાન પડયા નથી. તો લાયસન્સી કામગીરી પણ ખુબ જ મંદ ગતિથી થઇ છે. તેને લઇને અરજદારો હેરાન પરેશાન થઇ ગયાં છે.
રાજ્યની મોડલ આરટીઓ હોવાને કારણે ગાંધીનગરની આરટીઓમાં વિવિધ અખતરા કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી ઓકટોબર માસથી તમામ કામગીરી ઓનલાઇન કરીને આરટીઓને પેપરલેસ કરવામાં આવનાર છે. જેનાથી વહિવટ વધુ પારદર્શક અને અરજદારોની લાઇનો નહીં લાગે તેવો તંત્રનો દાવો છે. પરંતુ વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યાને લઇને અરજદારોને આરટીઓના ધરમના ધક્કા બંધ થશે તેની કોઇ બાંહેધરી તંત્ર આપતું નથી. ગાંધીનગર આરટીઓમાં છેલ્લા પાંચ દિવસથી સર્વર ડાઉન રહે છે.
આરટીઓનો તમામ વહિવટ વાહન અને શારથી એમ બે સર્વર આધીન છે. આ સર્વર જ ડાઉન રહેવાના કારણે આરટીઓમાં કોઇ કામગીરી થઇ શકતી નથી. પાંચ દિવસથી આ સર્વર બંધ હતું. જેના કારણે આરટીઓમાં વાહનોના નંબર પડવા, રજીસ્ટરની કામગીરી થઇ શકી નથી.
એટલું જ નહીં આ ઉપરાંત ટ્રાન્સફરના વાહનો તેમજ લોન પાસ કરાવવામાં પણ અરજદારોને ખુબ જ મુશ્કેલી પડી છે. જ્યારે લાયસન્સ સહિત પરમીટ અને એન.ઓ.સી.ની કામગીરી પણ સર્વર ડાઉન હોવાના કારણે ખુબ જ મંદ ગતિથી થઇ છે. જેના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વર ડાઉન હોવાને લઇને અરજદારો – એજન્ટ અને આરટીઓના સ્ટાફ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *