શહેરમાં ગાંજો ઘુસાડી 2 વર્ષથી ફરાર આરોપી આખરે ઝડપાયો

Views 118

શહેરના સેક્ટર 13 પાસેથી વર્ષ 2021મા મોટા પ્રમાણમાં ગાંજો પકડવામાં આવ્યો હતો. તે સમયે પોલીસે 2 આરોપીઓને પકડ્યા હતા, ત્યારબાદ તપાસમાં વધુ બે નામ ખુલ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી ગુનો નોંધાયા પછી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેને એસઓજી પોલીસે રાજસ્થાનથી ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની ધરપડક કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગત વર્ષ 2021માં સેક્ટર 13 પોલીસ ચોકી પાસેથી બે આરોપીઓને આશરે 9.70 કીલો ગ્રામ ગાંજા સાથે બે આરોપીને એસઓજીની ટીમે પકડી લીધા હતા. ત્યારબાદ તપાસ આગળ ચાલી હતી, જેમા વધુ બે નામ સામે આવ્યા હતા. પરંતુ મુખ્ય આરોપી હાથમા આવતો ન હતો.

ત્યારે એક મહિના પહેલા 50 વર્ષીય મુખ્ય આરોપી લાદુલાલ માંગીલાલ લુહાર (રહે, રાજસ્થાન)ને રાજસ્થાન પોલીસે ઝડપી લીધો હતો. આ બાબતને લઇ કેસની તપાસ કરતા પીએસઆઇ એમ.એ.મોડ સહિતની ટીમ દ્વારા આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે ગાંધીનગર લવાયો હતો. જેમાં તપાસમાં સામે આવ્યુ હતુ કે, આરોપી લાદુલાલ આંધ્રપ્રદેશથી ટ્રકમાં ગાંજાની હેરાફેરી કરતો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *