બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસે થરાદમાંથી ચોરીના 4 બાઈકો સાથે 2 શખ્સોને દબોચી લીધા

Views 116

બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસે થરાદમાંથી ચોરીના 4 બાઈકો સાથે 2 શખ્સોને દબોચી લીધા હતા. થરાદના ઝેટા ગામના બે શખ્સોએ પાલનપુરના અલગ અલગ વિસ્તારમાંથી 4 બાઈકોની ચોરી કરી હતી. ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જગદીશ રાઠોડ નામના શખ્સને રોકાવી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો. એલસીબી પોલીસે ચોરીના 4 બાઈકો સાથે જગદીશ રાઠોડ અને નિલેશ રાઘાભાઈ રાઠોડ નામના શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી
પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ, ભુજ જે.આર.મોથલીયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાનાઓએ મીલ્કત સંબધી તેમજ ચોરીના બનતા ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલી હતી.જે સુચના અન્વયે એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.બી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમીયાન બાતમી હકીકત મેળવી જગદીશભાઇ દરઘાભાઇ રાઠોડને મોટર સાયકલ સાથે રોકાવી પકડી પાડી તેણે તથા તેની સાથેના નીલેશભાઇ રાઠોડને ઝડપી પાડ્યા હતા. પાલનપુર સહીત અલગ અલગ વિસ્તારમાં ચાર બાઈકની ઉઠાંતરી કરનારાને પોલીસે દબોચી લેતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. એલસીબી પોલીસ ચાર બાઈકો કબ્જે લઈ ઈસમોની અટકાયત કરી આગળની તાપસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *