નખત્રાણામાં વિધવા વૃદ્ધાના મકાનમાંથી રોકડ સહિત 31.26 લાખની તસ્કરી

Views 123

શનિવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છમાં હતા ત્યારે જ નખત્રાણામાં તસ્કરોએ અધધ 31.26 લાખની ચોરી કરી પોતાનો પરચો બતાવ્યો હતો. નખત્રાણાના પ્રાચીનગર-2 વિસ્તારમાં તસ્કરોએ રાત્રી દરમિયાન 70 વર્ષીય મહિલાના ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના સહીત રૂપિયા 31 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.મહિલા ઘરમાં સુતા રહ્યા અને તસ્કરોએ ઘરમાં નાસ્તો કરી અલગ અલગ જગ્યાએ મુકેલા દાગીના સહીત રોકડ રૂપિયા ઉઠાવી ગયા હતા.બનાવને પગલે નખત્રાણા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે.

નખત્રાણા નગરમાં છેલ્લા ઘણા સમયથી ચીભડ ચોરીના છાસવારે બનાવો બનતા રહ્યા છે.આ દરમિયાન ગત રાત્રે તસ્કરોએ પ્રાચીનગર-2 વિસ્તારમાં રહેતા 70 વર્ષીય હીરાબેન રણછોડગીરી ગોસ્વામીના ઘરમાંથી રૂપિયા 29,10,300 ની કિમતના સોનાચાંદીના દાગીના સહીત રોકડ રૂપિયા 2,16,500 ની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયા હતા.ઘરમાં એકલા રહેતા વૃધ્ધ મહિલા સુતા રહ્યા અને તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી મમરા ખાઈ મિજબાની માણી હતી.

ફરિયાદીના ઘરના કબાટમાં રાખેલા સોનાની ચેઈન-2,સોનાની વીટી-8, ભગવાનની મૂર્તિ-4, સોનાની માળા, સોનાનું મંગળસૂત્ર, સોનાની બંગડી, માથાની પીન-4, સોનાનો હાર, સોનાના પાટલા, સોનાની બુટ્ટી, ચાંદીના કડલા, ચાંદીનું છતર, ચાંદીનું મુગટ, ચાંદીની ગાય અને સેટીપલંગ નીચે મુકેલા રોકડ રૂપિયા 2,16,500 સહીત કુલ 31,26,800 નો મુદામાલ ઉઠાવી ગયા હતા.

પ્રાચીનગર વિસ્તારમાં તસ્કરોએ મોટો હાથ ફેરો કરતાં રહેવાસીઓની ઊંઘ હરામ થઈ જવા પામી છે.બનાવને પગલે નખત્રાણા પીઆઇ આર.જે.ઠુંમર સહીત એલસીબીની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા.ચોરીના બનાવને પગલે પોલીસે ડોગસ્કોડની મદદ લઇ તપાસ હાથ ધરી છે.

મહિલા ઘરમાં એકલા રહેતા હતા
નખત્રાણાના પ્રાચીનગર-2 વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા 70 વર્ષીય મહિલા મૂળ માંડવીના દુજાપર ગામના વતની છે.નવ માસ પહેલા તેમના પતિનું અવસાન થયું હતું.મહિલાને કોઈ સંતાન પણ ન હોતા વૃદ્ધાવસ્થામાં એકલવાયું જીવન જીવતા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *