મકાઇ,ચોખાની બોરી વચ્ચે સંતાડી લઇ જવાતો 900 પેટી દારૂ ઝડપાયો

Views 125

ચંદ્રાલા પાસેથી 30 લાખની કિંમતનો વિદેશી દારુનો જથ્થો ઝડપી લેવામા આવ્યો છે. રાજસ્થાન તરફથી મકાઇ અને ચોખા 360 બોરીની આડમા 900 પેટી દારુ ભરી લાવવામા આવી રહ્યો હતો. પોલીસને બાતમી મળતા વોચ ગોઠવી હતી અને મોટુ કન્ટેનર આવતા તેને રોકીને તપાસ કરવામા આવતા દારુનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ટ્રક લઇને આવતા બે લોકોની ધરપકડ કરી હતી, જ્યારે દારુ મંગાવનાર અને મોકલનાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ચિલોડા પોલીસ મથકના પીઆઇ એન્ડરસન અસારીને બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી મોટી સંખ્યામા વિદેશી દારુનો જથ્થો ઘુસાડવામા આવી રહ્યો છે. જેને લઇ પીઆઇ તેમની ટીમ સાથે વોચમા ગોઠવાઇ ગયા હતા. જ્યારે બાતમી મુજબ ટ્રક નંબર જીજે 36 વી 9484 આવતા તેને રોકવામા આવી હતી અને તેના ચાલક અને અન્ય એક વ્યક્તિને ટ્રકમા શુ ભરવામા આવ્યુ તે બાબતની પૂછપરછ કરી હતી. જ્યારે ટ્રકની તાડપતરી ખોલી જોતા મકાઇ અને ચોખાની બોરીઓ જોવા મળતી હતી.

એક સમય માટે પોલીસ પણ ચિંતામા આવી ગઇ હતી, તેમ છતા ટ્રકમા રહેલી મકાઇ અને ચોખાની બોરીની તપાસ કર્યા પછી વધુ તપાસ કરતા ચોખા અને મકાઇની બોરીની વચ્ચેથી એક પછી એક દારુની પેટી મળી આવવા લાગી હતી, જેથી પોલીસને હાશકારો થયો હતો. એક પછી એક કરીને ટ્રકમાંથી 900 પેટી વિદેશી દારુની મળી આવી હતી. જેમા બોટલની ગણતરી કરવામા આવતા 10800 કિંમત 30.52.800 મળી આવી હતી. જ્યારે ટ્રકમાંથી 230 બોરી મકાઇ અને 130 ચોખાની બોરી મળી આવી હતી. પોલીસે દારુ, ટ્રક, મોબાઇલ સહિત 48,82,050નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જ્યારે દારુ લઇને આવી રહેલા જયદીપ રાજાભાઇ કોડીયાતર (રબારી) (રહે, સંજયનગર દરગાહની પાછળ, જૂનાગઢ) અને કારાભાઇ મુળુભાઇ કરમટા (રબારી) (રહે, પસવારી, કુતીયાણા)ની ધરપકડ કરી હતી. ટ્રક આપનાર બાલુભાઇ અને દારુ મંગાવનાર જૂનાગઢના બે બુટલેગર ધીરેન કારીયા અને મનુભાઇ નામના વ્યક્તિ સામે ગુનો નોંધવામા આવ્યો હતો અને ત્રણેય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી આગળ હાથ ધરી હતી. દારુ ગુડગાવ બાયપાસ રોડ હરિયાણાથી સકાજી ડાંગી નામના વ્યક્તિએ ભરી આપ્યો હતો. ચિલોડા પાસેથી અવારનવાર દારૂનો જથ્થો ઝડપાય છે. ક્યારેક રાજસ્થાનથી આવતી ખાનગી બસોમાંથ પણ દારૂ મ‌ળી આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *