કલોલના સોજા ગામમાંથી દેશી તમંચા સાથે એક ઝડપાયો; ગાંધીનગર પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી

Views 122

ગાંધીનગર પોલીસને ખાનગી રાહે બાતમી મળતા કલોલ તાલુકાના સોજા ગામમાં એક ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર દેશી તમંચો રાખેલ છે. જે બાબતે પોલીસે વોચ ગોઠવી ઇસમને ઝડપી પાડ્યો હતો.

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કલોલ તાલુકાના સોજા ગામે આવેલી અંબિકા નગર મહોલ્લામાં દેશી બનાવટીની બંદૂક ગેરકાયદેસર પોતાની સાથે રાખેલી છે. જે બાબતની ખાનગી રાહે બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી દીધી હતી.

પોલીસે વોચ ગોઠવી દરમિયાન સોજા ગામમાં આવેલા અંબિકા નગર મહોલ્લામાં કલ્પેશ ઉર્ફે ટીનો ભુપતસિંહ વાઘેલા એના ઘરમાં પોલીસે રેડ દરમિયાન તપાસ કરતા દેશી તમંચો મળી આવ્યો હતો. જે ઈસમ જોડે તમંચો રાખવા માટેનું લાયસન્સ માગતા ઈસમ પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ ન હતું. જેથી ગેરકાયદેસર દેશી તમંચો રાખવા બાબતમાં ગાંધીનગર પોલીસે કલ્પેશ ઉર્ફે ટીનો ભુપતસિંહ વાઘેલાનો કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *