ડીસામાં પ્રતિબંધિત દવાઓના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને સજા; ગેરમાર્ગે ચડી બરબાદ થતા યુવાધનને બચાવવા મહત્વનો ચુકાદો

Views 133

ડીસામાં બે વર્ષ અગાઉ ઝડપાયેલા પ્રતિબંધ દવાઓના જથ્થાના કેસમાં નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. ડ્રગ્સના રવાડે ચડી યુવાધન બરબાદ ન થાય અને આવા ગુન્હાઓ બનતા અટકે તે માટે નામદાર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાં ડ્રગ્સનો કારોબાર ખૂબ જ ફુલ્યો ફાલ્યો છે અને તેના કારણે યુવાધન પણ દિવસને દિવસે બરબાદીના પંથે જઈ રહ્યું છે. તે દરમિયાન ડીસામાં અમૃત નગરમાં રહેતા તુષાર ઠક્કરના ઘરેથી બે વર્ષ અગાઉ પ્રતિબંધિત દવાઓનો જંગી માત્રામાં જથ્થો ઝડપાયો હતો. જે મામલે પોલીસ સહિતની ટીમોએ ઝીણવટભરી તપાસ કરી હતી. જે કેસ ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં આ માત્ર પ્રતિબંધિત દવાઓ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય રેકેટ છે અને યુવાધન આવી નશીલી દવાઓના રવાડે ચડી બરબાદ થઈ રહ્યું છે.

સરકારી વકીલ નીલમબેન બ્રહ્મભટ્ટની દલીલોને ધ્યાનમાં રાખી બીજી એડિશનલ સેશન્સ કોર્ટના જજ આર.આર. ભટ્ટે ગુન્હાની ગંભીરતા જોઈ આરોપી તુષાર હિંમતલાલ ઠક્કરને એનડીપીએસ એક્ટની કલમ 22સીના ગુનામાં કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ બે વર્ષની સજા કરવાનો હુકમ ફરમાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે દેશનું યુવાધન નશીલી દવાઓના રવાડે ચડી બરબાદ થઈ રહ્યું છે. ત્યારે આવા ગુનાઓ બનતા અટકે અને ભવિષ્યમાં આવા ગુનાઓ કરતાં લોકો ખચકાય તે માટે નામદાર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *