પાટણનાં નદી કિનારે આવેલા ગોગા મંદિરમાંથી દાગીનાની ચોરી, તસ્કરોએ આજુબાજુ લગાવેલા કેમેરા પણ ઊંચા કરી દીધા

Views 71

પાટણ શહેરનાં સરસ્વતિ નદીનાં બ્રીજનાં પૂર્વ તરફનાં સમાલપાર્ટી સીમમાં આવેલ ગોગા મહારાજનાં મંદિરમાંથી ગઇરાતથી આજે વહેલી સવાર સુધીમાં કોઇ અજાણ્યા શખ્સ મંદિરનું તાળુ તોડી અંદર પ્રવેશ કરીને ચાંદીની મૂર્તિ તથા ચાંદીનાં બે દિવડા તથા બગસરાનાં હાર મળી કુલે રૂ 38000ની મતાની ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ ની મળતી માહિતી મુજબ પાટણ ના બિલ્ડર મુકેશભાઈ અમથાભાઈ પટેલ રે. સુવિધિનાથ સોસાયટી, કાળકારોડ, પાટણવાળાએ સરસ્વતિ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમનાં ખેતરમાં 23 વર્ષ પૂર્વે ગોગામહારાજનું

મંદિર ઉપરોક્ત સ્થળે બનાવેલું છે ને અહીં લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે ને અહીં દર રવિવારે અને પ્રસંગોપાત ભુવાજીનો પાઠ બેસતો હોવાથી લોકોની અવરજવર વધારે હોય છે. આ ગોગાજી મુકેશ પટેલની આસ્થાનું પ્રતિક હોવાથી તેઓ પણ રોજ દર્શનાર્થે જતા હતા. તા. 27મીનાં રોજ રાત્રે 10 વાગે દર્શન કરી ને ઘેર જઇને સુઇ ગયા હતા. ત્યારે આજે સવારે ત્રણેક વાગ્યાનાં સુમારે મંદિરમાં રહેતા તેમનાં કાકાએ ફોન કરીને કહેલ કે, એક વ્યક્તિ મંદિરમાં ચોરી કરીને નાસી જતો મે જોયો છે તેમ કહેતાં મુકેશભાઇએ મંદિર ખાતે જઇને ચેક કરતાં મંદિરની આજુબાજુમાં લગાવેલા કેમેરા ઉપરની બાજુએ કરી દેવાયા હતા તથા મંદિર પર લગાવવામાં આવેલ લોક તુટેલું પડ્યું હતું અને મંદિરમાં બધો સામાન વેરવિખેર પડેલો હતો. તસ્કર મંદિરમાંથી ઉપરોક્ત ચીજવસ્તુઓ મળી કુલે 38000ની મતા ચોરી કરી ગયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *