MPના ઈન્દોરમાં સરકારી લૉ કોલેજમાં ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનો વિવાદ ચાલી રહ્યો છે. શુક્રવારે સાંજે કેટલાક વિદ્યાર્થીઓએ એક પુસ્તકને લઈને હોબાળો કર્યો છે. વિદ્યાર્થીઓએ ત્યાંના પ્રોફેસર્સ તરફથી હિંદુ યુવતીઓને લવ-જેહાદમાં ફસાવવાના પુરાવા તરીકે રજૂ કરી છે. ચોપડીમાં લખ્યું છે- હિંદુ મુખ્ય આતંકવાદી છે, સાથે જ વિશ્વ હિંદુ પરિષદ, RSSને લઈને વાંધાજનક વાતો લખેલી છે.
આ પુસ્તકની અનેક નકલો વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠનોએ પુસ્તક લખનાર લેખક સામે કેસ નોંધવાની પણ માગ કરી છે. પુસ્તકાલયમાં પુસ્તકની નકલો કોની પરવાનગીથી રાખવામાં આવી છે, આ એક મોટો સવાલ છે. આ પ્રકારનાં બીજાં પુસ્તકો પણ લાઈબ્રેરીમાંથી મળ્યાં છે. આ મામલે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું- દોષિતોને બક્ષવામાં આવશે નહીં. ડો. ફરહત ખાન દ્વારા લખવામાં આવેલા પુસ્તકની તપાસ કરી FIR દાખલ કરવાના નિર્દેશ ઈન્દોર કમિશનરને આપવામાં આવ્યા છે.
લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનમાં પુરાવા આપ્યા છે. ભંવરકૂઆન પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવામાં આવી છે, જેમાં પુસ્તકના લેખક, લૉ કોલેજના પ્રિન્સિપાલ અને એક શિક્ષક સામે ગુનો નોંધવાની માગ કરવામાં આવી છે. પોલીસને આપેલી અરજી સાથે પુસ્તક પણ જોડવામાં આવ્યું છે. પોલીસ પણ હવે પુસ્તકનો અભ્યાસ કરી રહી છે. તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિંદુ છોકરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે
લૉ કોલેજમાં હિંદુ યુવતીઓને એક ખાસ ધર્મના વિદ્યાર્થીઓ દ્વારા નિશાન બનાવવાનો મામલો પણ સામે આવ્યો છે. કોલેજમાં સામે આવેલા વિવાદ બાદ યુવતીઓ ડરી ગઈ છે. ઘણી છોકરીઓ કોલેજમાં પણ આવતી નથી, સાથે જ એક ચોક્કસ ધર્મના વિદ્યાર્થીઓ પણ ગુમ છે.
સમગ્ર ઘટના પર એક નજર કરીએ
સરકારી ન્યૂ લૉ કોલેજમાં પ્રોફેસર પર ધાર્મિક કટ્ટરતા અને અનુશાસન ફેલાવવાના આરોપો લગાવવામાં આવ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આની ફરિયાદ કોલેજ પ્રિન્સિપાલ ડૉ.ઈનામુરહેમાન પાસે કરવામાં આવી છે. આ પછી તેમણે કોલેજના 6 પ્રોફેસરને 5 દિવસ માટે રાહત આપી. આ અંગે પ્રિન્સિપાલ દ્વારા જારી કરાયેલા આદેશમાં લખવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ સ્વતંત્ર કમિટી દ્વારા કરાવવામાં આવે, જેથી કોલેજ કક્ષાએ થઈ રહેલી તપાસને કોઈ અસર ન થાય
ઉપરોક્ત સંક્ષિપ્ત વર્ણનમાં અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એની પારિવારિક સંસ્થાઓની પ્રવૃત્તિઓ પર પ્રકાશ ફેંક્યો. હિન્દુઓનાં તમામ સામાજિક, રાજકીય અને ધાર્મિક સંગઠનોની રચના કરવામાં આવી છે. તેમનો એક જ ઉદ્દેશ દેશના મુસલમાનોનો નાશ કરવાનો અને શુદ્રોને ગુલામ બનાવવાનો છે. હિંદુ પાદશાહીની સ્થાપના કરવાની છે અને હિંદુ રાજાશાહીનું શાસન પાછું લાવીને બ્રાહ્મણને પૃથ્વીના દેવતા બનાવીને પૂજવાના છે.
વિદ્યાર્થિનીઓને ઓછા માર્ક્સ આવવાનો ડર
કોલેજની વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓને અહીં ભણવું છે. જો કોઈ શિક્ષક કે વિદ્યાર્થી વિશે ફરિયાદ કરીએ તો કોલેજ પ્રશાસન દ્વારા તેમને હેરાન કરવામાં આવે એવી શકયતા છે. ઇન્ટર્નલ માર્કસ તો કોલેજના જ હાથમાં હોય છે, એટલે વિદ્યાર્થીઓ કશું બોલતા નથી. બીજી તરફ, કોલેજમાં હિંદુ શિક્ષકોએ પણ પોતાનું કામ કરવાનું હોય છે, તેઓ પણ અવાજ ઉઠાવતા નથી.
પ્રિન્સિપાલે કહ્યું- તપાસ કરાવીશું
પ્રિન્સિપાલ ડૉ. ઈનામુરહેમાન કહે છે, પુસ્તક માટે લેખક અને પ્રકાશક દોષિત છે. પુસ્તક લાઇબ્રેરીમાં કેવી રીતે આવ્યું એની તપાસ કરીશું. આ સાથે પુસ્તકોની પસંદગી કરનારી સમિતિ પાસેથી પણ સ્પષ્ટતા લેવામાં આવશે. ચકાસણી બાદ તમામ પુસ્તકોનો નાશ કરવામાં આવશે. આવી બાબતો સમાજ માટે જોખમી છે.