કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી કેબિનેટે બુધવારે ટ્રિપલ તલાકના મુદ્દે વટહુકમ પાસ કરી દીધો છે. ટ્રિપલ તલાક બિલ છેલ્લાં બે સત્રથી રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. સૂત્રોના જણાવ્યા મુજબ એવામાં હવે કેબિનેટે આ મુદ્દે અધ્યાદેશ પાસ કરી દીધો છે. આ વટહુકમ 6 મહિના સુધી લાગુ રહેશે, જે બાદ સરકારે ફરીથી તેને બિલ તરીકે પાસ કરાવવા માટે સંસદમાં રજૂ કરવું પડશે.
કોંગ્રેસે કર્યો સરકાર પર વાર
– ટ્રિપલ તલાક બિલ પર વટહુકમ પાસ થતાંની સાથે જ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર મુસ્લિમ મહિલાઓને હક અપાવવાના પક્ષમાં નથી. અમે ઈચ્છીએ છીએ કે મુસ્લિમ મહિલાઓને ન્યાય મળે. ભાજપ આ મુદ્દે રાજકારણ રમી રહ્યું છે.
ટ્રિપલ તલાક બિલને બે વખત રાજ્યસભામાં પસાર કરાયું હતું
– ટ્રિપલ તલાકના મુદ્દે મોદી સરકાર ઘણી જ આક્રમક રહી છે, તેના માટે સરકાર દ્વારા બિલ પણ રજૂ કરાયું હતું. જો કે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોના વિરોધ બાદ આ બિલમાં સંશોધન કરાયું હતું.
– સંશોધન બાદ પણ આ બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. જો કે લોકસભામાં આ બિલ પહેલાં જ પાસ થઈ ચુક્યું છે. ટ્રિપલ તલાક બિલ આ પહેલાં બજેટ સત્ર અને મોનસૂન સત્રમાં રજૂ થયું હતું, પરંતુ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું.
– ભાજપ તરફથી સતત કોંગ્રેસ પર ટ્રિપલ તલાક બિલને અટકાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જેને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન મોદી પણ કોંગ્રેસ પર નિશાન સાધી ચુક્યું છે.
– નવા બિલમાં ટ્રિપલ તલાક (તલાક-એ-બિદ્દત)ના મામલાને બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો છે પરંતુ સંશોધન મુજબ હવે મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર છે.
ટ્રિપલ તલાક બિલમાં ખાસ શું છે?
– ટ્રાયલ પહેલાં પીડિતાનો પક્ષ સાંભળીને મેજીસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે.
– પીડિતા, પરિવાર અને લોહીના સંબંધીઓ હોય તેવાં લોકો જ FIR દાખલ કરાવી શકે છે.
– મેજીસ્ટ્રેટને પતિ-પત્ની વચ્ચે સમજૂતી કરાવીને લગ્ન બરકરાર રાખવાનો અધિકાર હશે.
– એક વખતમાં ટ્રિપલ તલાક બિલની પીડિત મહિલા વળતરની અધિકાર છે.
મોદી કેબિનેટે ટ્રિપલ તલાક પરના વટહુકમને આપી મંજૂરી.
Views 62