અમેરિકામાં એક મહિલાએ તેના લગ્ન માત્ર એટલા માટે તોડી નાખ્યા કે તેના પતિએ આપેલું નિકનેમ ઘણું અપમાનજનક લાગ્યું. મહિલાને આ વિશે ત્યારે ખબર પડી, જ્યારે તેણે તેના પતિના મોબાઈલમાં તેના અને તેના મિત્રો વચ્ચેની ચેટ વાંચી લીધી. પતિએ તેના માટે જે શબ્દો લખેલા હતા, તેને વાંચીને તે બહુ નારાજ થઈ ગઈ. આ શબ્દો તેને બહુ અપમાનજકલ લાગ્યા અને તેણે લગ્ન તોડવાનો નિર્ણય
– મહિલાએ તેની લાઈફની આ સ્ટોરીને એક સોશિયલ મીડિયા સાઈટ પર લખીને જણાવ્યું અને શેર કરતા પોતાની ઓળખ જાહેર ના કરી. તેના પ્રમાણે પતિને છોડતી વખતે તેનો પુત્ર માત્ર 2 વર્ષનો હતો.
– મહિલા પ્રમાણે, ‘પુત્રના જન્મ બાદથી જ અમારા લગ્નમાં તિરાડો પડવાની શરૂ થઈ ગઈ હતી. તે ઘણો જિદ્દી હતો અને બહુ ખરાબ રીતે મારી સાથે વાત કરતો હતો. તે ક્યારેય મને કોઈ વાત શેર કરતો નહોતો.’
– ‘એક દિવસ સવારે જ્યારે તે ન્હાઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેના મોબાઈલમાં સતત મેસેજ આવવા લાગ્યા. મેસેજનો અવાજ સાંભળીને મહિલાને લાગ્યું કે, ક્યાંક કોઈ જરૂરી મેસેજ છૂટી ના જાય, એટલા માટે તેણે મોબાઈલ ઉઠાવીને જોઈ લીધો.’
– મોબાઈલ ઉપાડ્યા બાદ તેને ખબર પડી કે તે મેસેજ તેના હસબન્ડના મિત્રોના હતા, જે એક ગ્રુપ ચેટમાં આગલી રાતે થયેલી દારૂ પાર્ટી વિશે અંદરોઅંદર વાતચીત કરી રહ્યા હતા.
– પતિના વ્યવહારથી નિરાશ મહિલાએ લખ્યું, આ વાતચીત વાંચીને મને એમ લાગી રહ્યું છે કે, જાણે કોઈએ મને મોઢા પર થપ્પડ મારી દીધો હોય.
– ‘તેને વાંચીને એમ લાગ્યું જાણે તે કોઈ ટીનએજ બાળક છે અને હું તેની મા. આ મારી આજ્ઞા માનવાની વાત નહોતી… અને ના તો તેને મારી પરમિશન લેવા તરીકે જોવું જોઈતું હતું.’
– મહિલા પ્રમાણે, ‘આ તો તેના પરિવાર માટે પ્રેમ અને સન્માન કરવાની વાત છે. ત્યારે અમારા લગ્નને 5 વર્ષ થઈ ચૂક્યા હતા, ત્યારબાદ મને ખબર પડી કે તે મારા માટે શું વિચારે છે.’
પતિના મોબાઈલમાં એવું શું જોઈ લીધું કે તોડી નાખ્યો 5 વર્ષ જૂનો સંબંધ
Views 76