મંગખુટ વાવાઝોડાંમાં 64નાં મોત; ચીનમાં 24.5 લાખ લોકોનું સ્થળાંતર

Views 64

નોર્થ ફિલિપાઇન્સમાં શનિવારે ત્રાટકેલું મંગખુટ વાવાઝોડું રવિવારે સાંજે 160 કિમી/કલાકની ઝડપે સાઉથ ચાઇના પહોંચ્યું હતું. ફિલિપાઇન્સમાં ભારે વરસાદના કારણે ફિલિપાઇન્સમાં 64 લોકોનાં મોત થયા છે અને ડઝનથી વધુ લોકો ભૂસ્ખલનમાં ફસાયેલા છે. સાઉથ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં રવિવારે સાંજે 24.5 લાખ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે જ્યારે 50,000 ફિશિંગ બોટને પોર્ટ પર પરત લાવી દેવામાં આવી છે. હોંગકોંગ ઓબ્ઝર્વેટરીના રિપોર્ટ અુસાર, મકાઉમાં આવેલી ગેમ્બલિંગ ગુફાને પહેલીવાર બંધ રાખવામાં આવી છે. આ સિવાય ઓથોરિટીએ વિક્ટોરિયા હાર્બર લેન્ડમાર્કથી દૂર રહેવાની ચેતવણી આપી છે.
સાઉથ ચાઇનામાં રેડ એલર્ટ જાહેર
– દેશના હવામાન સેન્ટરે જણાવ્યું કે, સાઉથ ચાઇનામાં રેડ એલર્ટ જાહેર કરાવમાં આવ્યું છે. સૌથી વધુ વસતી ધરાવતા આ વિસ્તારમાં મંગખુટ વાવાઝોડાંના કારણે ભારે નુકસાન થવાની શક્યતાઓ છે.
– ચીન રેલવે ગુઆંગઝોઉ ગ્રુપના જણાવ્યા અનુસાર, વાવાઝોડાંના પગલે હજારો ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે અને ગુઆંગડોંગ અને હૈનન પ્રાંતમાં કેટલીક હાઇ સ્પીડ અને સામાન્ય રેલવે સર્વિસ પણ સ્થગિત કરવામાં આવી છે.
– સ્થાનિકોએ પોસ્ટ કરેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, વાવાઝોડાંના કારણે એક જૂની બિલ્ડિંગની છત પડી ગઇ હતી. જ્યારે અન્ય એક બહુમાળી ઇમારત પડી જતા તેના બારીઓના કાચ ઉડતા જોવા મળે છે.
– વાવાઝોડાંના કારણે મકાનોની બારીઓના કાચ તૂટી ગયા હતા, ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. એવી બિલ્ડિંગો જેનું બાંધકામ હજુ બાકી છે તે પાણીમાં ડૂબી ગઇ હતી.
– વાવાઝોડાંના કારણે હોંગકોંગમાં 120 ઇંચ વરસાર થયો હતો. હોંગકોંગ સિક્યોરિટી મિનિસ્ટર જ્હોન લી-ચીઉએ લોકોને અપીલ કરી છે કે, વાવાઝોડાંના કારણે આગામી દિવસોમાં ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *