ગાંધીનગરના રાંધેજામાં સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળેફાંસો ખાધો

Views 213

ગાંધીનગરના રાંધેજામાં સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળેફાંસો ખાધો

ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં રહેતી પરિણીતાએ ગઇકાલે સાસુ-સસરા અને પતિ સહિતના સાસરીયાઓના ત્રાસથી કંટાળીને ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. લગ્નજીવનના સાત મહિનામાં જ પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા તેના પિતાએ સાસરીયાઓ સામે પેથાપુર પોલીસ મથકમાં આપઘાતના દુષ્પ્રેરણની ફરિયાદ નોધાવી હતી.
મહેસાણાના ગોઝારીયામાં રહેતા નામે શૈલેષભાઇ અંબાલાલ પટેલની એકની એક પુત્રી નામે હેતલના લગ્ન સાત મહિના અગાઉ ગાંધીનગરની નજીક આવેલા રાંધેજા ગામમાં રહેતા નામે બળદેવભાઇ કાંતિભાઇ પટેલના પુત્ર નામે ધ્રુમિલ સાથે થયા હતા. અને લગ્ન બાદ હેતલ જયારે પિયરમાં આવતી ત્યારે તેના સાસુ નામે વિમળાબેન ઘરકામ બાબતે અને તારે મારા પતિ સાથે લફરું છે તેવી શંકા રાખીને મેણા મારતા હતા. અને ઘરમાં કામકાજ બાબતે સાસુ-સસરા ઝગડો કરતા હતા અને તેના પતિ ધુ્મિલને ચઢામણી કરતા હતા. ત્યારબાદ તેનો પતિ પણ માર મારતો હોવાનું કહ્યું હતું. જો કે, પરણીતાના પરિવારજનો ધીરે ધીરે તારા સાસરીયાઓ સુધરી જશે અને તું ઘર સંસાર બગાડીશ નહીં તેવું આશ્વાશન પણ આપતા હતા. આ દરમિયાન ગઇકાલે સાસરીયાઓના અતિશય ત્રાસથી કંટાળીને હેતલે પોતાના ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે તેના પિતા શૈલેષભાઇને જાણ કરવામાં આવતા તે તેમના સગાં-સબંધીઓ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને એકની એક દિકરીના મૃતદેહને જોઇને ભાંગી પડયા હતા.હાલ તો તેમની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે સાસુ-સસરા, પતિ તેમજ નળંદ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

 

                                                                                    અહેવાલ – તેજાજી ચૌહાણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *