કાશી નગરીને ઐતિહાસિક અને પરંપરાઓથી પણ પ્રાચીન માનવામાં આવે છે. જાણીતા લેખક માર્ક ટ્વેને લખ્યું છે કે, “કાશી ઈતિહાસથી પણ પુરાતન છે, પરંપરાઓથી પણ જૂની છે. લીજેન્ડ્સથી પણ પ્રાચીન છે અને આ બધાંને એકઠાં કરીએ તો તે સંગ્રહથી પણ બે ગણી પ્રાચીન છે.” ત્યારે સોમવારે વડાપ્રધાન મોદી પોતાનો જન્મદિવસનાં રોજ કાશીવાસીઓને 600 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે. જેમાં અટલ ઇંક્યૂબેશન સેન્ટર, નાગેપુર ગ્રામ પેયજળ યોજના અને વિદ્યુત સબ સ્ટેશન સામેલ છે. તો 2019માં થનારા પ્રવાસી ભારતીય દિવસ પણ કાશીમાં થવાનો છે જેમાં વિદેશથી ડેલિગેટ સામેલ થશે તેઓ સમક્ષ પણ કાશીની કળા, સંસ્કૃતિથી રૂબરૂ કરાવાશે.
પુરાતન નગરી કાશી
કાશી હજારો વર્ષોથી સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર રહ્યું છે. અને આ કારણ જ છે કે વડાપ્રધાન મોદીએ પણ કાશીને જ પોતાનું સંસદીય વિસ્તાર બનાવ્યું.
24 એપ્રિલ, 2014નાં રોજ કાશીથી ઉમેદવારી પત્રક ભર્યાં બાદ મોદીએ કહ્યું હતું કે, ન કોઈએ મને મોકલ્યો છે, ન હું અહીં આવ્યો છું, મને તો ગંગા માએ બોલાવ્યો છે.
– તે જ ગંગા માનાં આશીર્વાદ મેળવી મોદી પ્રચંડ બહુમતી સાથે કાશીના સાંસદ અને દેશના વડાપ્રધાન બન્યાં જેને 4 વર્ષ પસાર થઈ ગયા છે. ત્યારે ફરી ચૂંટણી આવી રહી છે ત્યારે કાશીના મતદારોને ખાસ કરીને યુપીના મતદાતાઓને સાધવા મોદી ફરી પોતાના જન્મદિવસના બહેને કાશીવાસીઓની સાથે હશે.
– આ ચાર વર્ષમાં મોદી સરકારે કાશી માટે અનેક યોજનાઓ જાહેર કરી. બનારસ અને તેની આસપાસના વિસ્તારોના વિકાસમાં લગભગ 24000 કરોડના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. સાથે જ હ્રદય યોજના અંતર્ગત ધરોહર, ઐતિહાસિક સ્મારકોના સંરક્ષણ અને સંવર્ધનનું કામ પણ તેજીથી ચાલી રહ્યું છે. ત્યારે એક નજર કરીએ છેલ્લાં ચાર વર્ષમાં કાશીના બનીને વડાપ્રધાન મોદીએ શું આપ્યું.
4 વર્ષમાં PM મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રની કરી કાયાપલટ. જાણો કાશીની શું છે સ્થિતિ?
Views 64