રાજકોટના બામણબોરમાં પતિએ તેની પત્નીને ધારિયાનો ઘા મારી દોરડા વડે ગળેફાંસો દીધો

Views 200

રાજકોટના બામણબોરમાં પતિએ જ તેની પત્નીને  ધારિયાનો ઘા મારી દોરડા વડે ગળેફાંસો દીધો

રાજકોટના બામણબોરમાં રહેતી મહિલા પર તેના જ પતિએ ધારિયા વડે હુમલો કરી દોરડાથી ગળેફાંસો દીધો હતો, ઘવાયેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સૂત્રોથી જાણવા મળતી માહિતી મુજબ બામણબોરમાં રહેતી નામે ચંપાબેન સારદિયા તા.19ની સાંજે છ વાગ્યે વાડીએ હતા ત્યારે તેના પતિ નામે મનસુખ સારદિયાએ કોઇ વાતે  માથાકૂટ કરી હતી. અને તે વાતચીત દરમિયાન એકાએક ગુસ્સે થયેલા તેના પતિ મનસુખે વાડીમાં પડેલું ધારિયું ઉઠાવીને તેની  પત્ની ચંપાબેનને મારી દીધું હતું અને ત્યારબાદ દોરડાથી પત્નીને ગળેટૂંપો દીધો હતો, આ રીતે તેમના પતિએ જ તેમની ઉપર હુમલો કરતા ચંપાબેને બૂમો પાડી હતી. ચંપાબેનની બૂમો સાંભળતા આજુ બાજુની વાડીમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઘવાયેલા મહિલાને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, અને ડોકટરની ટીમે તેમની સારવાર શરૂ કરી હતી, અને આ બનાવની જાણ થતાં પોલીસે તેમની કાર્યવાહી શરૂ કરી હતી.

 

                                                                                                                         અહેવાલ – ઈલા મારૂ 
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *