મહેસાણામાં બનાવટી સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Views 62

મહેસાણાની દેદિયાસણ જીઆઈડીસીમાંથી બનાવટી સ્પેરપાર્ટ્સ બનાવતી કંપની ઝડપાઈ હતી. આઈપી પ્રોટેક્ટ નામની કંપનીના માણસો દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવતા આ બનાવટી સ્પેરપાર્ટ્સ બનાવતી કંપનીનો પર્દાફાશ થયો હતો. આ ફેક્ટરીમાં ટુ વ્હીલરની પેટ્રોલ ટાંકી, ચેઈન કવર, સ્ટીકર સહિતનો એક કરોડથી વધુનો  જથ્થો પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 આઈપી પ્રોટેક્ટ કંપનીના રિઝીયોનલ મેનેજર જયદીપ સુભાષ  ભટ્ટી તેમજ સમસુદ્દીન વિરાણી ઈન્વેસ્ટીગેશન ઓફીસરે બાતમી આધારે પોલીસની ટીમ સાથે સાંજે દેદિયાસણ જીઆઈડીસીના પ્લોટ નંબર ૪૯માં દરોડો પાડયો હતો. આ દરોડામાં હીરો, બજાજ અને ટીવીએસના દ્વિચક્રીય વાહનોના ડુપ્લીકેટ સ્પેરપાર્ટ્સ તેમજ આ કંપનીના સ્ટીકર મોટી માત્રામાં મળી આવ્યા હતા.

મહેસાણાના નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારા, મહેસાણા તાલુકા પોલીસની ટીમોએ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી શરૃ કરી હતી. આ દરોડામાં પોલીસેબજાજ, ટીવીએસ અને હીરો કંપનીની ૩,૨૫૨ પેટ્રોલ ટાંકીઓ જપ્તકરી હતી. જ્યારે ૪,૧૮૦ જેટલા ચેઈન કવર કબજે કર્યા હતા. ઉપરાંત ત્રણેય કંપનીના ૨૯,૨૦૦ જેટલા સ્ટીકર જપ્ત કરી વધુ તપાસહાથ ધરી હતી.

આ મામલે કંપનીના માલિક પરેશભાઈ પટેલ રહે.શિવગંગા સોસાયટી મહેસાણાવાળા સામે આઈપી પ્રોટેક્ટના રિઝીયોનલ મેનેજર જયદીપ ભટ્ટીએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

જેસકો કંપનીનો લોગો અને માર્કો લગાવાય છે : પરેશ પટેલ

કંપનીના માલિક પરેશભાઈ પટેલે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે  કંપનીમાં ડુપ્લીકેટ થતુ નથી. બોક્સ પર અને સ્પેરપાર્ટ્સ પર જેસકો કંપનીનો લોગો અને માર્કો લગાવાય છે. જોકે   કંપનીમાં કેમ દરોડો પાડવામાં આવ્યો તે  જાણ નથી.

જો અમે ડુપ્લીકેટ સામાન બનાવતા હોઈએ અને તે બાબાતે ગુનેગાર હોઈએ તો અહી દરોડા દરમિયાન કંપનીમાં આવતા નહી. જોકે   વિરુદ્ધ કોઈ ક્રિમીનલ કેસ પણ નથી. અમને ફસાવવામાં આવી રહ્યા છે.

બે દિવસ પૂર્વે તપાસ કરાઈ હતી : સમસુદ્દીન

આઈપી પ્રોટેક્ટ કંપનીના ઈન્વેસ્ટીગેશન ઓફીસર સમસુદ્દીનભાઈએ જણાવ્યું હતું કે દરોડાના બે દિવસ પહેલા ઉપરોક્ત પ્લોટવાળી જગ્યામાં  માણસો દ્વારા તપાસ કરવામાં આવી હતી.

જેમાં હીરો, ટીવીએસ અને બજાજ કંપનીની પેટ્રોલ ટાંકી, ચેઈન કવર ડુપ્લીકેટ જણાયા હતા. જે આધારે આજરોજ પોલીસની ટીમ સાથે કાર્યવાહી કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *