સુપ્રીમ કોર્ટે ‘રેવડી કલ્ચર’ને ગંભીર મુદ્દો ગણાવ્યો છે. ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણીની મોસમ દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મફત આપવાનું વચન એ ‘ગંભીર મુદ્દો’ છે, કારણ કે તે અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. સુપ્રીમ કોર્ટમા અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરી રહી હતી, જેમાં ચૂંટણી દરમિયાન મતદારોને આકર્ષવા માટે મફત આપવાનું વચન આપતાં રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં ચૂંટણી ઢંઢેરા અને તેમાં આપવામાં આવેલા વચનો માટે રાજકીય પક્ષોને જવાબદાર ઠેરવવા જણાવ્યું છે.
રેવડી કલ્ચરને સુપ્રીમ કોર્ટે ગણાવ્યો ગંભીર મુદ્દો,
Views 131