મહેસાણાના ગોપીનાળા નજીક આવેલી યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં શુક્રવારે સવારે એસીમાં શોર્ટ સર્કિટ લાગતાં આગ લાગી હતી. આગના કારણે ફર્નિચર અને ફાઇલો બળીને રાખ થઇ ગઇ હતી. જોકે, આગ સામાન્ય હોવા છતાં વધુ ધુમાડાને લઇ ફાયર ટીમને આગ પર કાબુ લેવામાં એક કલાક લાગ્યો હતો.
ગોપીનાળા નજીક રૂચી હોસ્પિટલના પરના માળે આવેલ યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાંથી શુક્રવારે 9.30 કલાકે ધુમાડો નીકળતાં સ્થાનિકોએ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ઓફિસર હરેશ પટેલ 8 ફાયરમેન અને બે ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, કંપનીની ઓફિસના બારી બારણાં બંધ હોઇ અંદર ધુમાડો વધી જતાં ટીમને પ્રવેશ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક કલાકની જહેમત બાદ માત્ર 500 લિટર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવી દીધો હતો.