મુંબઈથી ૨૫૫૦ કીમી દુર લેહ-લદાખ સુધીના સાયકલ પ્રવાસે નિકળેલા ત્રણ સાયકલ સવાર સાહસિકોનું કાલોલમાં સ્વાગત

Views 130

મુંબઈથી ૨૫૫૦ કીમી દુર લેહ-લદાખ સુધીના સાયકલ પ્રવાસે નિકળેલા ત્રણ સાયકલ સવાર સાહસિકોનું કાલોલમાં સ્વાગત
ત્રણેય સાહસિકો દ્વારા’પાણી બચાવો જીવન બચાવો’ના સંદેશ સાથે સાયકલ પ્રવાસનું અભિયાન
મુંબઈથી લેહ-લદાખ સુધીના ૨૬૦૦ કીમીના સાયકલ પ્રવાસે નિકળેલા ત્રણ સાયકલ સવાર સાહસિકો મંગળવારે સાંજે કાલોલ પહોંચતા ત્રણેય સાહસિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ત્રણેય સાહસિકો સાથે કરેલી વાતચીત અનુસાર પ્રણવ રાઉત (ઉ.વ ૩૭, વિરાર- મુંબઈ), સચિન કૌલી (ઉ.વ ૪૦, વિરાર- મુંબઈ) અને જયુડ ડિસોઝા (ઉ.વ ૬૫, વસઈ- મુંબઈ) નામના ત્રણેય સાહસિકો રેઈનકોટ અને હેલ્મેટ સાથે થોડા કપડાં અને જરૂરી ચીજવસ્તુઓ સાથે પોતાના સ્વખર્ચે ‘પાણી બચાવો, જીવન બચાવો’ના સંદેશ સાથે ૧૬મી જુલાઈની સાંજે મુંબઈથી લેહ-લદાખ સુધીના ૨૬૦૦ કીમીના સાયકલ પ્રવાસના અભિયાન હેઠળ નિકળી પડ્યા છે.
જેઓ ત્રણ દિવસમાં હાઈવે ટુ હાઈવે ૪૫૦ કીમીનો સાયકલ પ્રવાસ ખેડીને મંગળવારે સાંજે કાલોલ પહોંચ્યા હતા અને તેમના શિડયુઅલ મુજબ આગામી ૨૨ દિવસમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉતરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉતરાખંડ અને જમ્મુ કાશ્મીરના રાજ્યોમાંથી પસાર કરીને ૧૫મી ઓગસ્ટ સુધીમાં ૧૬,૦૦૦ ફુટ ઉંચા લદાખમાં પહોંચી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી તેમનો‌ પ્રવાસ પુર્ણ કરશે તેવો ઉમદા હેતુ પ્રગટ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય સાયકલ સાહસિકો અગાઉ બે વાર લેહ, એકવાર કન્યાકુમારી, એકવાર કાઠમંડુ, એકવાર રામેશ્વર અને એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના સાયકલ પ્રવાસ ખેડી ચુક્યા છે અને આ વર્ષે લદાખની સફરે નીકળ્યા છે.
આ ત્રણેય સાહસિકોમાં પ્રણવ રાઉત રેલવે કર્મચારી છે, સચિન કૌલી પ્લમ્બર ટેકનીશ્યન છે, જ્યારે જયુડ ડિસોઝા ૬૫ વર્ષિય નિવૃત્ત કર્મચારી છે છતાં આધેડ વયે યુવાનો સાથે પાછલા છ સાયકલ પ્રવાસ સાથે વીસ હજાર કીમી સુધી સાયકલ ચલાવવાનું અપ્રિતમ સાહસ ધરાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *