પેટ્રોલ અને ડીઝલની આકાશ આંબતી કિંમતોને પગલે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ભારત બંધના એલાન વચ્ચે અમદાવાદમાં શાહપુર હલીમની ખડકી પાસે બે AMTS બસમાં કરી તોડફોડ કરી હતી. જ્યારે વડોદરામાં બે એસ.ટી.બસો પર પથ્થરમારો થયો હતો. તેમજ રાજ્યના અન્ય સ્થળોએ બસના ટાયરની હવા કાઢી ચક્કાજામ કર્યો હતો. જેને પગલે પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
અમદાવાદ: લાલ દરવાજા લક્કી હોટલ પાસે કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, મનીષ દોશી સહિતના કોંગી નેતાઓની અટકાયત
અમદાવાદ: ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી.
અમદાવાદ: વસ્ત્રાપુરની એલ જે કોલેજ એનએસયુઆઈના કાર્યકરોએ બંધ કરાવી.
અમદાવાદ: કાયદો અને વ્યવસ્થાને લઈને અમદાવાદ પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત, 3 DCP, 4 ACP, 30 PI, 150 PSI, 2300 પોલીસકર્મી, 800 હોમગાર્ડ અને SRPની 2 કંપની સવારે 6 વાગ્યાથી ખડેપગે
ગુજરાતમાં ભારત બંધની અસર અમદાવાદ બસો પર પથ્થરમારો, અનેકની અટકાયત
Views 67