વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને BCCIએ કર્યા માલામાલ.

Views 63

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ટીમ ઇન્ડિયાના ખેલાડી અને કોચ રવિ શાસ્ત્રીને આપવામાં આવેલા પેમેન્ટની જાણકારી આપી છે. ખેલાડીઓને કેન્દ્રીય કરાર રિટેનર ફી મળી છે જ્યારે ટેસ્ટ ખેલાડીઓને પણ આઇસીસી દ્વારા ટેસ્ટ રેન્કિંગની ઇનામી રકમનો શેર આપવામાં આવ્યો છે.
રવિ શાસ્ત્રી થયા માલામાલ
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીને 18.7.2018થી 17.10.2018 વચ્ચે ટીમની કોચિંગ માટે એડવાન્સમાં 2.5 કરોડ રૂપિયા મળ્યા હતા. રવિ શાસ્ત્રીને 2016થી ટીમ ઇન્ડિયાના કોચ છે અને તેમનો કરાર આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનારા 2019ના વર્લ્ડકપ બાદ પૂર્ણ થઇ રહ્યો છે. રવિ શાસ્ત્રીને અનિલ કુંબલેના ઉત્તરાધિકારીના રૂપમાં કોચ પદ પર નિયુક્ત કરવામાં આવ્યો હતો. રવિ શાસ્ત્રીને બોર્ડના મહેનતાણા રૂપે 8 કરોડ રૂપિયા મળશે.
ભારતીય ટીમના હિટમેન રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા પ્રવાસ અને નિદહાસ ટ્રોફીના મળીને 1,12,80,705 રૂપિયા મળ્યા છે. જ્યારે હાર્દિક પંડ્યાને ઓક્ટોબર 2017થી માર્ચ 2018 વચ્ચે 90 ટકા ટેક્સ ફ્રી રિટેનર ફીના રૂપમાં 1,11,34,726 રૂપિયા મળ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *