મોદીએ આપ્યો અજય ભારત-અટલ ભારતનો નારો, કહ્યું- સિદ્ધાંતો પર જ ચાલશે પાર્ટી

Views 71

 ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ છે. રવિવારે વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. નરેન્દ્ર મોદીએ અજય ભારત-અટલ ભાજપનો નારો આપ્યો. તેઓએ કહ્યું- ભારત ક્યારેય પણ કોઈનું વશીભૂત નથી થયું અને ભાજપ પોતાના જ સિદ્ધાંતો પર ચાલશે.
આર્થિક પ્રસ્તાવ પર ચર્ચા
– બેઠકમાં કહેવાયું કે ચાર વર્ષ પહેલાં એક નબળી અપારદર્શી અને પૂર્ણતઃ પૂંજીવાદી અર્થવ્યવસ્થા વારસામાં મળી હતી. અમારી સરકારે તેમાં મૂળભૂત સુધારા કર્યા અને કડક પગલાં ઉઠાવ્યાં. નોટબંધી, GST અને અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ સુધારાઓ કરાયાં.
– પાર્ટીનું કહેવું છે કે થોડી મુશ્કેલીઓ પછી અર્થવ્યવસ્થા હવે તેજીથી વધી રહી છે. જીડીપીમાં વધારો તેનું ઉદાહરણ છે.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં શાહે જણાવ્યું હતું કે ભાજપ લોકસભાની ચુંટણીમાં 2014 કરતા વધારે સીટો જીતશે. શાહે બેઠકમાં અજેય ભાજપનો નારો આપ્યો. તેમણે કહ્યું કે મહાગઠબંધનમાં જોડાવાવાળી પાર્ટીઓ 2014 માં ભાજપ સામે હારી ચુકી છે. મહાગઠબંધનની કોઈ અસર નહી થાય.
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *