દુનિયાના સૌથી લોકપ્રિય નેતા અમારી પાસે છે 2019 બહુમતથી જીતીશું

Views 65

ભારતીય જનતા પાર્ટી ની શનિવારથી બે દિવસીય રાસ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઇ ગઇ છે. ચાર રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી પહેલા આયોજીત આ બેઠકમાં એસસી/એસટી એક્ટમાં સંશોધન બાદ જે હાલાત બન્યા છે, તેના પર ચર્ચા કરવામા આવશે. પાર્ટી નક્કી કરશે કે, આ મામલા પર વિપક્ષને ક્યાં પ્રકારે જવાબ આપવો અને જે ભ્રમની સ્થિતિ ઉભી થઇ છે તેની સાથે કેવી રીતે કામ લેવું. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પાર્ટી એનઆરસીને લઇ મોટા પાયે ચર્ચા કરી શકે છે.

  • ભાજપા અધ્યક્ષ અમિત શાહની રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને સંગઠન મહામંત્રીયો સાથે બેઠક શરૂ
  • રાષ્ટ્રીય પદધિકારીઓ સાથે મળતા પહેલાં અમિત શાહે આંબેડકરની પ્રતિમા પર ફૂલો અર્પણ કર્યા
  • રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં થશે. જ્યા પાર્ટી નેતાઓની ચહેલપહેલ દેખી શકાય છે

 બેઠકમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ પર પણ પ્રમુખતાતી ચર્ચા કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, બેઠકમાં દરેક રાજ્યના અધ્યક્ષો તરફથી રાજ્યના રિપોર્ટ કાર્ડ રજૂ કરવામાં આવશે. આ સિવાય બેઠકમાં સરકારની ઉપલબ્ધીઓ, ખાસ કરીને પાયાના વિકાસ, બે કરોડ ગ્રામીણ આવાસ, ઉજ્જવલા ગેસ કનેક્શન, ખુલ્લામાં શૌચમુક્ત ગામડાઓ અને આ નાણાકિય વર્ષની ત્રિમાસિકમાં જીડીપીમાં થયેલ વૃદ્ધિ પર ચર્ચા કરવામાં આવશે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *