કાલોલ ખાતે એડી.ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ તથા પ્રાંત ઓફીસ શરૂ કરવા મહેસુલ મંત્રીને લેખિતમાં રજુઆત કરાઈ

Views 156

 
કાલોલ ખાતે એડી.ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ તથા પ્રાંત ઓફીસ શરૂ કરવા મહેસુલ મંત્રીને લેખિતમાં રજુઆત કરવામાં આવી.
બ્યુરો રિપોર્ટ :-ભાવિનભાઈ પરમાર પંચમહાલ
કાલોલ તાલુકાના ગામોગોધરા,ડેસર અને ઘોઘંબા ને અડીને આવેલા છે.આ ગામોના લોકોને કાલોલ માં સેશન અને ડ્રિસ્ટિક કોર્ટ ન હોવાથી હાલોલ સુધી લાંબુ થવું પડે છે. જેથી કાલોલ તાલુકાની મોટા ભાગની પ્રજા નાના ખેડૂતો,ખાનગી કારખાનામાં જનાર અને મજૂર વર્ગના માણસો છે.
જેમને હાલોલ સુધી જવા માટે આર્થિક રીતે અઘરું પડે છે.અરજદાર ને પોતાના નોકરી ,ધંધા,રોજગારી બંધ રાખી હાલોલ જવું મુશ્કેલી ભર્યું છે.કાલોલ તાલુકામાં કાલોલ અને વેજલપુર પોલીસ સ્ટેશન આવેલ છે.તેજ રીતે અડાદરા અને સણસોલી,મેહલોલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન આવેલ છે.
જેના કેસોમાં આવેલા શોષિત પીડિત,વંચિત, જરૂરિયાતમંદ લોકો  માટે કાલોલ ખાતે એડી.ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ આપવા માટે કાલોલ બાર એસોસિયેશન,ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખે આ માટેની રજુઆત કરેલ છે.કાલોલ સીવીલ કોર્ટ ખાતે નવીન બિલ્ડીંગ બની ને તૈયાર થઈ ગયેલ છે જેમાં એડી.ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ માટે જરૂરી રેકર્ડ સાચવણી ની જગ્યા ઉપલબ્ધ હોય અન્ય કોઈ વધારાનો ખર્ચ કરવાનો થતો નથી.
જેથી સત્વરે એડી.ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ આપવા માગણી છે.એજ રીતે કાલોલ ખાતે પ્રાંત ઓફીસ ફાળવવા માગણી કરવામાં આવેલ છે.કાલોલ ખાતે મામલતદાર કચેરી ના ઉપલા માળે હાલ જગ્યા ખાલી છે ત્યાં પ્રાંત ઓફીસ સ્ટાફ ને બેસવાની સગવડ થઈ શકે તેમ હોવાથી સરકારને વધારે ખર્ચ કરવાનો રહેતો નથી.
આ બંને સુવિધા કાલોલ ખાતે શરૂ કરવામાં આવે તો સરકારને વધારાના ખર્ચ કરવાનો રહેતો ન હોવાથી સત્વરે સુવિધા મળી રહે તેમ કરવા માટે મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ને રુબરુ મુલાકાત લઈ કાલોલ બાર એસોસિયેશનના પ્રમુખ જીજ્ઞેશ બી.જોષી તથા ઉપ પ્રમુખ હિરેનસિંહ ગોહિલ દ્વારા લેખીતમાં રજુઆત કરી માંગ કરી છે.
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *