ભારતને મળ્યા વધુ બે ગોલ્ડ

Views 82

ભારતીય યુવા શૂટર હૃદય હઝારિકાએ સાઉથ કોરિયા ખાતે રમાઈ રહેલી આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જુનિયર ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ જીતી લીધો હતો. બીજી તરફ મહિલા ટીમે પણ નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. ફાઇનલમાં ક્વોલિફાય થનારા એક માત્ર ભારતીય ખેલાડી હઝારિકાએ ૬૨૭.૮નો સ્કોર કર્યો હતો. ફાઇનલમાં તેનો અને ઈરાનના મોહમ્મદ આમિરનો સ્કોર ૨૫૦.૧ રહ્યો હતો. હઝારિકાએ શૂટઓફમાં બાજી મારી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો. જુનિયર (પુરુષ) ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં રશિયાના ગ્રિગોરી શામાકોવે બ્રોન્ઝ મેળવ્યો હતો. ભારતીય ટીમની વાત કરીએ તો ૧૯૭૨.૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાને આવી હતી
સિનિયર વર્ગમાં ભારતને નિરાશા સાંપડી 
સિનિયર વર્ગમાં ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ભારતને નિરાશા સાંપડી હતી, કારણ કે એકપણ ભારતીય ખેલાડી ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યો નહોતો. એશિયન ગેમ્સનો સિલ્વર મેડાલિસ્ટ સંજીવ રાજપૂત પણ ૫૮મા સ્થાને આવ્યો હતો. સ્વપ્નિલ કુસાલે ૫૫મા જ્યારે અખિલ શેરોન ૪૪મા સ્થાને પહોંચ્યો હતો. ભારતીય ટીમ સંયુક્ત રીતે ૧૧મા સ્થાને રહી હતી.
ભારત પાસે જ રહ્યો એર પિસ્ટલનો ગોલ્ડ 
એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ સૌરભ ચૌધરીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ વર્લ્ડ રેકોર્ડ સાથે જુનિયર ૧૦ મીટર એર પિસ્ટલમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. વ્યક્તિગત સ્પર્ધાઓમાં સિનિયર ખેલાડીઓ નિષ્ફળ ગયા હતા. સૌરભની સાથે અર્જુનસિંહ ચીમ હતો જેણે બ્રોન્ઝ જીત્યો હતો. સૌરભના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ટીમ સિલ્વર મેડલ જીતી શકી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *