શહેરમાં છેલ્લા બે વર્ષની ચકાસણી કરતાં શહેરની આરટીઓમાં નવા નોંધાયેલા 50417 વાહનમાલિકોએ મ્યુનિ. રોડ ટેક્સ નહીં ચૂકવ્યો હોવાનું બહાર આવતાં નોટિસ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આ વાહનમાલિકો પાસેથી 15 કરોડ વસૂલવાના બાકી છે.
મ્યુનિ. રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું કે, કમિટીની બેઠકમાં ટેક્સ વિભાગ પાસેથી આ બાબતે માહિતી માગવામાં આવી હતી. ટેક્સ વિભાગે 2019માં તપાસ કરતાં 35717 વાહનો એવાં મળ્યા હતાં જેનું રજિસ્ટ્રેશન અમદાવાદ આરટીઓમાં અમદાવાદની હદમાં થયું હોય અને રોડ ટેક્સ ન ચૂકવ્યો હયો. 2020માં આ વાહનોની સંખ્યા 14,500 હતી.
પ્રોપર્ટી ટેક્સ ભર્યા વિના સીલ ખૂલી ગયા
ટેક્સ નહીં ભરનાર એકમો સામે મ્યુનિ.એ સીલિંગ ઝુંબેશ શરૂ કરી હતી. સીલ કરાયેલી મિલકતો પૈકી અનેક મિલકતોના માલિકોએ ટેક્સ ભર્યા વિના જ સીલ ખોલી દીધા છે. જે મિલકત માલિકોએ સીલ ખોલી દીધા છે તે અંગેનો અહેવાલ કમિટીએ માગ્યો છે.