સિદ્ધપુર-ખેરાલુ હાઈવે પર બિલિયા નજીક પિકઅપ ડાલાના ટકકરથી બાઈક સવારનું કરુંણ મોત

Views 111

અકસ્માત સર્જી પીકઅપ ચાલક ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ.

સિદ્ધપુર-ખેરાલુ હાઈવે પરના બીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રની સામે આજરોજ સવારે મોટર સાયકલને પિકઅપ ડાલાએ પાછળથી જોરદાર ટક્કર મારતા થયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈકસવારનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.આ અંગે સિદ્ધપુર પોલીસે ફરાર પીકઅપ ડાલાચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.જેની આગળની તપાસ ઈ.પીઆઈ પી.એસ. ગૌસ્વામી ચલાવી રહ્યા છે.
સિદ્ધપુર પોલીસસૂત્રોના જણાવ્યાનુસાર સિદ્ધપુર-ખેરાલુ હાઈવે પર બિલિયા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રની સામે આજરોજ સવારે ૯:૩૦ કલાકે લાલા ભાઈ મેઘાભાઇ રબારી, ઉ.વ.૫૫,રહે.બિલિયાવાળા બાઈક નં. જીજે.૨૪.એન.૨૮૮૧ લઈ સિદ્ધપુરથી બિલિયા તરફ આવી રહ્યા હતા તે અરસામાં પાછળ થી પુરઝડપે આવતા પીક અપ ડાલા નં.જીજે.૯. એવી.૬૪૬૫ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક સ્લીપ ખાઈ જતા બાઈકચાલક લાલાભાઈ રોડ ઉપર પટકાઈ જતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકોનું ટોળું ઘટનાસ્થળે એકત્ર થઈ ગયું હતું. અકસ્માત બાદ પીકઅપ ડાલાચાલક પોલીસને જાણ કર્યા વગર પોતાનું પીકઅપ ડાલુ ઘટનાસ્થળે જ મૂકી નાસી છૂટ્યો હતો.ઘટનાની જાણ થતાં સિદ્ધપુર પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી.જ્યાં ઘટના સ્થળ અને મૃતકની લાશનું પંચનામું કરી ડેડબોડીને પીએમ અર્થે સિવિલ ખાતે મોકલી આપી હતી.આ અકસ્માત કરી ફરાર થઈ જવામાં સફળ રહેલ પીકઅપ ચાલકને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

 રીપોટર    સબીરશાહ  ફકીર
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *