ગોધરા
01-05-2022
બ્યુરો રિપોર્ટ-ભાવિનભાઈ પરમાર પંચમહાલ
પ્રાપ્ત માહિતી મુજબ ગઇ કાલના રોજ એક બહેને પોલીસ સ્ટેશનમાં આવી જણાવેલ કે મારા એક ઓળખીતા ભાઈએ મારી એકટીવા માગીને લઇ ગયેલ અને પરત કરેલ નથી અને ફોનથી વાત કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નથી તેમ જણાવતા સદરીનો સંપર્ક સાધી પો.સ્ટે બોલાવતા તેઓએ જણાવેલ કે હું આજથી પાંચેક વર્ષ અગાઉથી આયુર્વેદીક દવાનુ છૂટકમાં વેચાણ કરૂ છુ અને મારે આશાબેન કનુભાઇ ભરવાડ રહે.તરસંગ તા.શહેરા હાલ રહે, વિનાયક નગર ગોધરા નાઓની સાથે ઓળખાણ થતા અમારા વચ્ચે વાતચીત થતી હતી અને સારી મિત્રતા હતી.
ગત શુક્રવારના રોજ હું મારી ભાભી તથા તેની ભાણીને ગોધરા ખાતે દવાખાને લઇને આવેલ તે વખતે આ આશાબેનનો મને ફોન આવેલ અને મારે કામ છે તમે ગોધરા મારા ઘરે આવો તેમ કહેતા હું મારા ઓળખીતા બહેનની એકટીવા લઇને તેઓના જણાવેલા સરનામે ગયેલ જયાં આશાબેને પોતાને ઘરમા બોલાવતા ગયેલ તે જ વખતે આ આશાબેનનો પતિ કનુભાઇ પેથાભાઇ ભરવાડ આવી જતા મને ધકકો મારી તેના ઘરમા બેડરૂમમાં લઇ ગયેલ અને ગમે તેમ ગાળો બોલી જમણા ખભાના ભાગે બચકુ ભરી બેડ ઉપર પાડી દીધેલ.
ત્યારબાદ આશાબેનને અને મને અમારા કપડા ઉતારાવી અર્ધ નગ્ન કરી એક બીજા ઉપર ચઢાવી સંભોગ કરતા હોય તેવુ કરાવડાવી તેના બિભત્સ ફોટા કનુભાઇ ભરવાડે તેના મોબાઇલમાં પાડી લીધેલ અને મારા ઉપર એક કોરા કાગળમા મેં આશાબેન ઉપર બળજબરી પૂર્વક બળાત્કાર કરેલ છે અને પકડાઇ ગયેલ તેનું સમાધાન કરેલ છે તેવા મતબલનું લખાણ જાનથી મારી નાખવાની ધમકી આપી લખાવડાવી લીધેલ અને તરત જ તારે બચવું હોય તો રૂ. ૨૦,૦૦,૦૦૦/- આપ નહીં તો પોલીસ બોલાવી હું તને પકડાવી દઉં છુ.
તેમ જણાવતા આશાબેને પણ તુ પૈસા આપી મામલો પતાવી દે જેથી મારી પાસે આટલા રૂપિયા નહીં હોવાનું જણાવતા ચેક અથવા તારી જોડે ફોરવ્હીલ ગાડી હોય તો તારા કોઇ મિત્રને લઇને બોલાવ પરંતુ મારો અત્રે કોઇ મિત્ર નથી. પરંતુ મારે બંધન બૅન્કમા ચેક આપેલ છે તેમ કહેતા આ કનુભાઇ મને એકટીવા ઉપર બેસાડી બંધન બેન્ક ઉપર લઇ ગયેલ પરંતુ ત્યાં મારો કોઇ વધારાનો ચેક ન હોય પરત તેઓના ઘરે લઇ જતા હતા અને રસ્તામાં આ કનુભાઇએ તુ રૂ.૧૦,૦૦,૦૦૦/-ની સગવડ કરી પૈસા આપી તારૂ એકટીવા લઇ જજે તેમ કહી મને રસ્તામા ઉતારી દીધેલ.
જેથી હું ખુબ જ ગભરાઇ ગયેલ હોય અને સામાજીક બદનામીના ડરના કારણે મારી ભાભી તથા ભાભીની ભાણીને લઇને ઘરે જતો રહેલ અને ચેક લઇ આવતો હતો તે દરમ્યાન મને પોલીસનો ફોન આવતા અત્રે આવેલ છુ તેવી હકીકત જણાવતા આ બાબતે ઉપરી અધિકારીઓ પણ આ બન્ટી અને બબલી(પતિ-પત્ની) રંગે હાથ ઝડપી પાડવા માટે આયોજન કર્યું હતું.
ત્યારબાદ તે આધારે પોલીસ ઇન્સ્પેકટર એન.આર.ચૌધરી ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ઓએ પો.સ.ઇ. પી.એમ.સોલંકી તથા પોલીસ સ્ટાફના ટીમનું ગોઠવણ કરી ફરીયાદીને સમજાવી તેમને પકડવા માટેના છટકાનું આયોજન કરેલ અને બીજા દિવસે ફરીયાદી દ્વારા ફોન કરાવી ચેક આપવા અંગે કનુભાઇ ભરવાડને પુછતા ભુરાવાવ ચાર રસ્તે મળીએ આવી જાવ તેમ કહેતા પોલીસના માણસો ખાનગી કપડાઓમાં પોલીસની ઓળખ છુપાવી ભુરાવાવ ચાર રસ્તા ખાતે આજુબાજુ ગોઠવાઇ ગયેલ અને આયોજન મુજબ કનુભાઇ ભરવાડ તથા તેની પત્ની આશાબેન ભરવાડ તેઓની ફોરવ્હીલ ગાડી માં આવી કાચ ઉતારી કનુભાઇએ ફરીને ગાડીમાં બેસવાનો ઇશારો કરતા છુપાઇને રહેલ પોલીસે તાત્કાલીક એકસનમાં આવી એ બન્ને બંટી-બબલી (પતિ-પત્ની)ને દબોચી લીધેલ અને પો.સ્ટે. લાવી આગવી ઢબે પુછપરછ કરી.
તેઓના મોબાઇલ ચેક કરતા કનુભાઇ ભરવાડના મોબાઇલ ફોનમાંથી ફરીયાદીના જણાવ્યા મુજબના બિભત્સ ફોટા મળી આવેલ જેથી ફરીયાદીની ફરીયાદ લઇ હનીટ્રેપમાં ફસાવી પોલીસ કેસમા ફસાવવાની ધમકી આપી નાણા પડાવતી બંટી-બબલી (પતિ પત્ની) કનુભાઇ પેથાભાઇ ભરવાડ તથા આશાબેન કનુભાઇ ભરવાડ નાઓને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને તપાસ દરમ્યાન બીજા વ્યકિતઓને પણ આ રીતે કરાવી આ રીતે નાણા પડાવેલ હોવાની શકયતા રહેલી હોય તે દિશામાં પણ પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.
ગોધરા:-હનીટ્રેપમાં ફસાવી પોલીસ કેસમાં ફસાવવાની ધમકીઓ આપી નાણાં પડાવતી બંટી-બબલી (પતિ-પત્ની)ને પોલીસે દબોચી લીધાં.
Views 57