ટેક વર્લ્ડની ટોચની કંપની એપલે કેલિફોર્નિયાના કૂપર્ટીનો સ્થિત પોતાના એપલ પાર્ક કેમ્પસમાં આયોજિત ઇવેન્ટ માટે મીડિયા ઇન્વાઇટ મોકલવાનું શરૂ કરી દીધું છે. એપલની આ મેગા ઇવેન્ટ 12 સપ્ટેમ્બર 2018 યોજાશે. એપલની મેગા ઇવેન્ટમાં કઇ-કઇ પ્રોડક્ટ્સ લોન્ચ થશે તે હજી કંપનીએ જાહેર નથી કર્યું, પરંતુ અહેવાલો અનુસાર, આ ઇવેન્ટમાં આઇફોનના ત્રણ મોડલ અને એપલ વોચ લોન્ચ થઇ શકે છે.
Apple iPhone 2018ના ત્રણ મોડેલ
iPhone 2018ના મોડેલમાં આઇફોન એક્સનું અપગ્રેડ વર્ઝન હશે જેમાં 5.8 ઇંચની ઓલેડ ડિસ્પ્લે, બીજું મોડેલ iPhone X Plus હોઇ શકે છે જેમાં 6.5 ઇંચની OLED ડિસ્પ્લે હશે. જ્યારે ત્રીજું મોડેલ થોડી ઓછી કિંમતવાળું હશે, જેમાં 6.1 ઇંચની LCD ડિસ્પ્લે મળી શકે છે. 6.5 ઇંચનો વેરિઅન્ટ કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટી ડિસ્પ્લેવાળો આઇફોન હોઇ શકે છે. આ વખતે કંપનીએ જે ઇન્વાઇટ મોકલ્યા છે તેમાં બ્લેક બેકગ્રાઉન્ડ પર એક ગોલ્ડ રિંગ દેખાય છે.
ફેસ આઇડી અને નૉચ ડિસ્પ્લે
અહેવાલો અનુસાર, નવા Apple iPhone 2018 ફેસ આઇડી અને જેસ્ચર આધારિત નેવિગેશન સાથે આવશે. ત્રણમાંથી ઓછામાં ઓછું એક મોડલ ડ્યુઅલ સિમ કનેક્ટિવિટી ધરાવતું હશે. ત્રણેય મોડેલ આઇફોન-એક્સની જેમ નૉચ ડિસ્પ્લેવાળા હોઇ શકે છે. 9to5Mac વેબસાઇટે પોતાના ટ્વીટર હેન્ડલ પર નવા આઇફોન અને એપલ વોચના ફોટો લીક કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, નવા આઇફોન લોન્ચ પહેલા એપલ કંપનીના શેરનો ભાવ ઓલ ટાઇમ હાઇ 228 ડોલર (અંદાજે 16000 રૂપિયા) સુધી પહોંચી ગયો હતો.