અમદાવાદ શહેરમાંથી દેશી બનાવટનો તમંચો નંગ ૧ કિ.રૂ. ૫,૦૦૦ / – તથા કારતુસ નંગ – ૨ કિ.રૂ. ૨૦૦ / – ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર , ક્રાઈમ બ્રાન્ચ .

Views 57

 

અમદાવાદ શહેરમાંથી દેશી બનાવટનો તમંચો નંગ ૧ કિ.રૂ. ૫,૦૦૦ / – તથા કારતુસ નંગ – ૨ કિ.રૂ. ૨૦૦ / – ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર , ક્રાઈમ બ્રાન્ચ .

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર  પ્રેમ વિર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર  ચૈતન્ય આર . મંડલીક સાહેબ અમદાવાદ શહેરમાં બનતા મિલક્ત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ .

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.આર.બ્રહ્મભટ્ટ નાઓની રાહબરી હેઠળ સ્કોડના પો.સ.ઈ.શ્રી તથા સ્કોડના અ.હે.કો. અલ્તાફખાન તથા અ.પો.કો. મનિષભાઈ તથા અ.પો.કો કેતનભાઈ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં . દરમ્યાન અ.હે.કો. અલ્તાફખાનનાઓને પોતાના ખાનગી બાતમીદારો મારફતે બાતમી હતી…. “

અગાઉ અપહરણ તથા મારામારીઓના ગુન્હામાં સંડોવાયેલ ઈસમ નામે સદ્દામ @ સદ્દો શેખનાનો નામનો પોતાના કબ્જામાં ગેરયદેસર હથિયાર રાખી દાણીલીમડા બોમ્બે હોટલથી નિકળી ચંડોળા તળાવ ત્રણ રસ્તા તરફ ચાલતો જવાનો છે . ” જે બાતમી હકીકતવાળી આધારે દાણીલીમડા પી.ડબ્લ્યુ.ડી . ઓફીસની સામેના રોડ ઉપર , સુરજ બેરલ પાસે , જાહેરમાંથી સદ્દામ @ સદ્દો સ / ઓ હુસૈનભાઈ શેખ , ઉ.વ .૨૪ , રહે . આમેના મસ્જીદની બાજુમા , સુલ્તાન હોટલની ગલીમાં , ફૈસલ નગર , બોમ્બે હોટલની સામે , દાણીલીમડા , અમદાવાદ શહેર નાનો મળી આવેલ જેની અંગઝડતી તપાસ કરતાં તેની પાસેથી વગર પાસપરમીટનો ગેરકાયદેસરનો હાથ બનાવટનો દેશી તમંચો નંગ ૧ તથા કારતુસ નંગ -૨ કિ.રૂ. ૨૦૦ / – મળી કુલ કિ.રૂ. ૫,૨૦૦ / – નો મુદ્દામાલ મળી આવેલ . જે આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૨૦૦૨૬/૨૦૨૨ ધી આર્મ્સ એક્ટ કલમ ૨૫ ( ૧ – બી ) ( એ ) , ૨૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે .

આ કામે પકડાયેલ ઈસમની પુછપરછ કરતાં આ મળી આવેલ હથિયાર આજથી આશરે ત્રણેક મહિના પહેલાં ટીપુ રહે . કાનપુર યુ.પી. જેનુ પુરૂ નામ સરનામુ મળી આવેલ નથી . તેની પાસેથી મેળવી લાવેલાનુ જણાવે છે

. હાલ આરોપીની ઉંડાણપુર્વક તપાસ ચાલુ છે . આગળની વધુ તપાસ પો.સ.ઈ. શ્રી એન.બી. રાવળનાઓ ચલાવી રહેલ છે . આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ આ કામે પકડાયેલ ઈસમ અગાઉ ચારેક વાર દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુન્હામા તથા એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુન્હામાં પકડાયેલ છે . તેમજ એક વાર અમદાવાદ શહેરમાંથી તડીપાર પણ થયેલ છે .

HBN TV NEWS

આવાજહિન્દુસ્તાન કી 

ક્રાઇમ રિપોર્ટર :: jagdish Solanki .mhomhd husen

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *