એક ઇસમને ગેરકાયદેસરના દેશી બનાવટના તમંચા નંગ -૨ તથા કારતુસ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર , ક્રાઇમ બ્રાંન્ચ .
નંગ -૩ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર . મંડલીક સાહેબનાઓ તરફથી અમદાવાદ શહેરમાં ગેરકાયદેસરના હથિયારોની હેરાફેરી / વેચાણ કરતાં ઇસમોને શોધી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપવામાં આવેલ હતી .
એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સેલના પો.ઇન્સ.શ્રી એચ.એમ.વ્યાસ નાઓના માર્ગદર્શન હેઠળ ટીમના પો.સબ.ઇન્સ.શ્રી એસ.એચ.રાઠોડ તથા ટીમના માણસો આવા આરોપીઓને શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં .
ટીમના ASI ભગવાનભાઇ મસાભાઇ તથા P.C. વિષ્ણુભાઇ મફાભાઇ નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે , “ એક ઇસમ નામે પપ્પુ વિસંબર ચૌહાણ જે પોતાના કબજામાં ગેરકાયદેસરના હથિયારો રાખી તેનો નિકાલ કરવા અથવા અન્ય કોઇ હેતુસર રાખી હાલમાં અમદાવાદ શહેર વટવા
જી.આઇ.ડી.સી.વિનોબાભાવેનગર તરફથી આવી અમદાવાદ શહેર સરદાર પટેલ રીંગ રોડ વિંઝોલ ચોકડી સરસ્વતી વિદ્યાલય થઇ વિંઝોલ ચાર રસ્તા તરફ જનાર છે . ” જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા અમદાવાદ શહેર વટવા જી.આઇ.ડી.સી. વિનોબા ભાવેનગર થી એસ.પી. રીંગ રોડ તરફ જતાં રોડ ઉપર આવેલ ચુડેલ માતા મંદિર સામે રોડ ઉપર જાહેરમાંથી આરોપી પપ્પુ સન / ઓફ વિસંબર @ અજય ચૌહાણ , ઉ.વ .૨૦ , રહે . મકાન નં .૩૫૬૬ , વિનોબાભાવેનગર , વિંઝોલ રીંગ રોડ પાસે , વટવા જી.આઇ.ડી. સી . , અમદાવાદ શહેર મુળગામ ધનેપુર , તા : સર્મે – નીમી , જી : અમેઠી , ઉત્તરપ્રદેશનાને દેશી બનાવટના તમંચા નંગ -૨ કુલ્લે કિ.રૂ ૧૦,૦૦૦ / તથા કારતુસ નંગ -૩ કિ.રૂ ૩૦૦ / સાથે ઝડપી પાડી આરોપી વિરૂધ્ધમાં નીચે મુજબનો ગુન્હો અત્રે ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ કરવામાં આવેલ છે .
ડી.સી.બી.પો.સ્ટે ફરીયાદ નં .૧૧૧૯૧૦૧૧૨૨૦૦૨૫ / ૨૦૨૨ ધી આર્મ્સ એકટ કલમ -૨૫ ( ૧ બી ) , એ , ૨૯ તથા જી.પી.એકટ ૧૩ પ ( ૧ ) મુજબ ઉપરોકત આરોપીની પુછપરછમાં તેની પાસેથી કબજે કરવામાં આવેલ દેશી બનાવટના તમંચા નંગ -૨ તથા કારતુસ નંગ -૩ જેનું વેચાણ કરવાથી વધુ રૂપિયા મળશે જે આશયથી ખરીદ કરેલ હોવાનું જણાવતો હોય . તેમ છતાં આગળની વધુ તપાસ પો.સબ.ઇન્સ.શ્રી એસ.એચ.રાઠોડનાઓ ચલાવી રહેલ છે
. આરોપીના પોલીસ કસ્ટડી રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવેલ છે .
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ : મજકુર આરોપી અગાઉ સને ૨૦૨૧ માં વટવા જી.આઇ.ડી.સી.માં મારા મારીના ગુન્હામાં પકડાયેલ છે .
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
ક્રાઇમ રિપોર્ટર ::જગદીશ સોલંકી , મોહમદ હુસેન