ADGP મનોજ અગ્રવાલ અને કોન્સ્ટેબલ નિલમ મકવાણા વચ્ચે શું ફરક છે?

Views 54

ADGP મનોજ અગ્રવાલ અને કોન્સ્ટેબલ નિલમ મકવાણા વચ્ચે શું ફરક છે?
રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ IPS અધિકારી છે; ADGP છે. તેમણે 3 વરસ કરતા વધુ સમય સુધી રાજકોટના લોકો પાસેથી લાખો રુપિયા પડાવ્યાના સતાપક્ષના જ ધારાસભ્યએ 2 ફેબ્રુઆરી 2022ના રોજ લેખિતમાં આક્ષેપ કર્યા છે ! આ આક્ષેપનું સમર્થન સંસદસભ્ય અને બીજા નાગરિકોએ પણ કર્યું છે. મીડિયાએ હોબાળો મચાવ્યો ત્યારે સરકારે 7 ફેબ્રુઆરી 2022ના રોજ DGP કક્ષાના અધિકારી વિકાસ સહાયને ઈન્કવાયરી સોંપી છે. જો કે આ ઈન્કવાયરીનું પણ બીજી ઈન્કવાયરીઓની જેમ બાળમરણ જ થવાનું છે. પોલીસ કમિશ્નરે ચીટિંગના વિક્ટિમ પાસેથી 75 લાખ વસૂલ કર્યા છે, તે આક્ષેપને સમર્થન મળતું નથી; તેવું બહાર આવશે ! મોટા અધિકારી દેવદૂત હોય છે તે કરપ્શન કરતા નથી, માત્ર તેમના પગારમાંથી જ ઈટાલિયન મારબલ વાળો અને લિફ્ટની સગવડ સાથેનો આલિશાન બંગલો અમદાવાદના પોશ એરિયામાં બની શકે છે, એમ દર્શાવી ધૂળ ઉપર લીંપણ કરવામાં આવશે ! પોલીસ કમિશ્નરે, તેમના ફરજકાળ દરમિયાન કોને કોને હથિયાર લાયસન્સ આપેલ છે? અને તેમાં કેટલાં અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલ હતાં? તેની તપાસ કરવામાં આવે તો પણ ચોંકાવનારી હકીકતો ઊજાગર થશે ! પરંતુ આવી કોઈ ઊંડી તપાસ થશે નહીં, છીછરી તપાસ કરી લોકોની આંખમાં ધૂળ ભરવામાં આવશે ! એમની બદલી થશે, એ સિવાય તેમની વિરુધ્ધ કોઈ નક્કર કાર્યવાહી થવાની નથી ! પોલીસમાં પણ અલગ પ્રકારનો જાતિવાદ ચાલે છે; મનોજ અગ્રવાલ ગુજરાતી હોત તો બીજે દિવસે સસ્પેન્ડ થઈ ગયા હોત ! એક સમયે દક્ષિણ ભારતના IGP કન્નુ પિલાઈ ગુજરાત-જેલના વડા હતા, ઉત્તર ભારતા IPS અધિકારીએ મુખ્યમંત્રીના કાન ફૂંકીને તેમને જેલમાં પૂરાવ્યા હતા ! હિન્દી ભાષી IPS અધિકારીઓ પવિત્ર હોય છે એવી મુખ્યમંત્રીઓમાં/ગૃહમંત્રીઓમાં અંધશ્રદ્ધા હોય છે !
ADGP મનોજ અગ્રવાલ અને કોન્સ્ટેબલ નિલમ મકવાણા વચ્ચે શું ફરક છે? નિલમ મકવાણા ભાવનગરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમણે 75 રુપિયાની મામૂલી લાંચ પણ લીધી નથી ! તેનો વાંક એટલો જ હતો કે તેમણે પોલીસના નાના કર્મચારીઓ માટે ગ્રેડ પેની માંગણીનું સમર્થન કર્યું હતું ! તેમની તરત જ સ્થાનિક બદલી કરી/પછી જિલ્લા બદલી કરી/પછી ગુનો દાખલ કર્યો/પછી સસ્પેન્ડ કરી ! નિલમ મકવાણાએ 8 ફેબ્રુઆરી 2022ના રોજ ટ્વિટ કર્યું છે કે “IPS મનોજ અગ્રવાલ વિરુદ્ધ આટલી મોટી ફરિયાદ થઇ હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી; અને અમારા જેવા નાના પોલીસ કોન્સ્ટેબલને પોતાના હકના ગ્રેડ પેની માગણી કરવા સબબ ગુનો દાખલ કરી, સસ્પેન્ડ કરવામાં આવે છે ! આ તે કેવો ન્યાય?” નિલમ મકવાણાએ 75 લાખ વિક્ટિમ પાસેથી પડાવ્યા હોત અને તે IPS હોત તો સસ્પેન્ડ ન થાત ! આ છે આપણી સિસ્ટમ !
જ્યારે સરકાર માનતી હોય કે “IPS કો નહીં દોષ ગુંસાઈ ! કઢી અભડાઈ જાય, દૂધપાક નહીં !” ત્યારે ફરિયાદ કોને કરવી? કરસનદાસ માણેકનું નિદાન સાવ સાચું હતું :
બૂરો ચીફ   ઇલા મારું રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *