રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બી.આર.ટી.એસ.ના કર્મચારીના ખૂનના ગુનાના વોન્ટેડ મુખ્ય સુત્રધાર આરોપી જયરાજ ઉર્ફ પિન્ટુ ચૌહાણની ધરપકડ કરતી અમદાવાદ શહેર , ક્રાઈમ બ્રાન્ચ .

Views 54

રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બી.આર.ટી.એસ.ના કર્મચારીના ખૂનના ગુનાના વોન્ટેડ મુખ્ય સુત્રધાર આરોપી જયરાજ ઉર્ફ પિન્ટુ ચૌહાણની ધરપકડ કરતી અમદાવાદ શહેર , ક્રાઈમ બ્રાન્ચ .

 
ગઈ તા . ૨૪/૦૧/૨૦૨૨ ના રોજ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સી.એટી.એમ.ચાર રસ્તા બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ પાસે બી.આર.ટી.એસ. રૂટમાં કાર ચલાવવા બાબતે બોલાચાલી થતા બી.આર.ટી.એસ. ના કર્મચારી જતીનભાઈને ગંભીર પ્રકારની ઈજાઓ કરતા સારવાર દરમ્યાન મરણ ગયેલ
. જે બાબતે રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ – એ- ગુ.ર.ન. ૦૧૦૪/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૦૨ તથા એટ્રોસીટી એકટ અંગેનો ગુનો દાખલ થયેલ . જેથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર . મંડલીક નાઓએ અમદાવાદ શહેરમાં બનેલ ખૂનના ગુનાના વોન્ટેડ આરોપીઓને સત્વરે શોધી કાઢવા સારૂ જરૂરી સૂચના આપવામાં આવેલ હતી .
જે અનુસધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.વાય.બલોચનાઓના માર્ગદર્શન હેઠળ તેઓના સ્કોડના સ્કોડના પો.સ.ઈ.શ્રી કે.એમ.ચાવડા તથા પો.સ.ઈ.શ્રી બી.વી.બેન્કર તથા રામોલ પોલીસ સ્ટેશનના બી.બી. સોલંકી તથા એસ.જે.ચૌહાણ તથા ટીમના માણસો અમદાવાદ શહેર વિસ્તારમાં ખૂનના ગુનાના વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતાં . દરમ્યાન હે.કો. મનિષભાઈ તથા હે.કો. ભગીરથસિહ નાઓને સંયુકત બાતમી હક્કિત મળેલ કે “ રામોલ બી.આર.ટી.એસ. ના કર્મચારીનુ સી.ટી.એમ. ચાર રસ્તા બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ પાસે ખૂનના ગુનાના મુખ્ય સુત્રધાર જયરાજ ઉર્ફે પિન્ટુ ચૌહાણ નાનો પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરે છે અને હાલ રામોલ વેરા પાસે આવેલ કામધેનુ મેદાનમાં હાજર છે .
“ જે હકિકત આધારે સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા બાતમીમાં જણાવેલ ઇસમ જયરાજસિંહ ઉર્ફે જયેશ ઉર્ફે પિન્ટુ સ / ઓ વિક્રમસિહ ચૌહાણ ઉવ ૨૯ રહે . ૩૮/૩૯ નાણાવટીની ચાલી મદ્રાસી મંદિર પાસે ખોખરા અમદાવાદ શહેર મુળ વતન . ગામ . પીઠ . પોસ્ટ . સિમ્બલવાડા તા . સિમ્બલવાડા જી . ડુંગરપુર રાજસ્થાન નાને તા .૦૨ / ૦૨ / ૨૦૨૨ ના કલાક ૧૪/૩૦ વાગે કામધેનુ મેદાન રામોલ વેરા પાસેથી ઝડપી પાડેલ જેની ઝડતી તપાસ કરતા તેની પાસેથી મોબાઇલ ફોન નંગ -૩ કિ.રૂ .૨૧૦૦૦ / – તથા એક ડોન્ગલ કિમંત રૂ .૨૦૦૦ / તથા એક છરી કિંમત રૂ . ૨૦૦ / – મળી કુલ્લે રૂપિયા ૨૩૨૦૦ / – નો મુદ્દામાલ મળી આવતા કબજે કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીની પુછપરછ કરતા ગઈ તા . ૨૪/૦૧/૨૦૨૨ ના રાત્રીના સાડા નવેક વાગે પોતાની વર્ના કાર લઈ પોતાના સાગરીત આશિષ તોમર સાથે સી.ટી.એમ. થી જશોદાનગર જવા સારૂ નિકળેલ અને બી.આર.ટી.એસ. ફાટક બંધ હોય , જેથી ત્યા હાજર કર્મચારી સાથે બોલાચાલી ઝધડો કરી ધક્કો મારી પાડી દઈ ઈજા કરેલ .
પોતાની કાર બી.આર.ટી.એસ. રૂટમા જવા દિધેલ ન હોય . જેથી પોતાના ઓળખીતા શુભમ મિશ્રા તથા મહેશ યાદવ તથા યોગેશ રાજ્ડત નાઓને ફોન કરી ત્યા બોલાવતા તેઓ એકટીવા સાથે આવી ગયેલ . આ સમયે ત્યા હાજર બીજા બે બી.આર.ટી.એસ.ના કર્મચારીઓ સાથે બોલાચાલી ઝઘડો કરી છરીઓ વડે બન્નેને ગંભીર ઈજાઓ કરી નાસી ગયેલ હોવાની કબુલાત કરેલ . તેમજ રામોલ પોલીસ સ્ટેશનમાં બીજા મારામારીના કેસમાં તેમજ જી.આઈ.ડી.સી. વટવા પોલીસ સ્ટેશન તથા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ઈગ્લીશ દારૂના કેસમાં વોન્ટેડ હોવાની કબુલાત કરેલ . જે સંબધે ખાત્રી તપાસ કરતા નીચે જણાવેલ પોલીસ સ્ટેશનોમા વોન્ટેડ હોવાનું જણાઈ આવેલ . ( ૧ ) રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન ૧૧૧૯૧૦૨૪૨૨૦૧૦૪ / ૨૦૨૨ ઇપીકો કલમ ૩૦૨ તથા એકટ્રોસીટી એકટ મુજબ . ( ૨ ) રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન ૧૧૧૯૧૦૨૪૨૧૨૦૨૪ / ૨૦૨૧ ઇપીકો ૩૨૪ વિગેરે મુજબ . ( ૩ ) જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન પાર્ટ – સી- ગુ.ર.ન. ૧૧૧૯૧૦૧૯૨૧૪૦૨ / ૨૦૨૧ પ્રોહી એકટ કલમ ૬૫ ( ઈ ) , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) મુજબ . ( ૪ ) અમરાઈવાડી પોલીસ સ્ટેશન પાર્ટ – સી- ગુ.ર.ન. ૧૧૧૯૧૦૦૪૨૨૦૦૪૨ / ૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ ( એ , ઈ ) , ૬૬ ( ૨ ) , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબ . આરોપી જયરાજસિહ ઉર્ફે જયેશ ઉર્ફે પિન્ટુ ચૌહાણનો પૂર્વ ઈતિહાસ : પકડાયેલ આરોપી અગાઉ રામોલ પોલી સ્ટેશનમાં ખૂનની કોશીષ તથા ગંભીર પ્રકારના મારામારીના કેસોમા તેમજ અમરાઈવાડી ખોખરા રામોલ વટવા જી.આઈ.ડી.સી. મેઘરજ મહીસાગર હિમતનગર તથા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂના કેસોમા પકડાયેલ છે . પકડાયેલ આરોપીને રામોલ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાના કામે સોપવા તજવીજ હાથ ધરેલ છે .
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઇમ રિપોર્ટર  જગદીશ સોલંકી . ની સાથે  લીના રાવત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *