કલોલ પૂર્વે ખાતે "ઓવરબ્રિજના નહીં તો રેલ રોકો" : બહુજન મુક્તિ પાર્ટી

Views 160

કલોલ પૂર્વે ખાતે “ઓવરબ્રિજના નહીં તો રેલ રોકો” : બહુજન મુક્તિ પાર્ટી.    

 
 
 
 
 
 
કલોલના તમામ નાગરિકો માટે પૂર્વ થી પશ્ચિમમાં આવવા જાવા માટેનો એક માર્ગ કલોલ પૂર્વે માં BVM ફાટક છે. પરંતુ વારંવાર લાંબા સમય માટે ફાટક બંદ હોવા થી બંને તરફના નાગરિકો માટે ફાટકએ ગંભીર સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા થી પરેશાન નાગરિકોના હિતમાં ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાના વર્ષો થી આશ્વાસન આપવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી ઓવરબ્રિજનું જમીની ઉપર કોઈ કામગીરી થઈ નથી. જેના માટે ઓવરબ્રિજની કામગીરી ઝડપથી થાયએ માટે બહુજન મુક્તિ પાર્ટી દ્વારા પાંચ ચરણમાં આંદોલન ઘોષિત કરવામાં આવ્યું હતું. જેમાં ગત તારીખ ૦૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ કલેક્ટર સાહેબ ગાંધીનગર, પ્રાંત ઓફિસર સાહેબ, મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ શ્રી કલોલ નગરપાલિકાએ રૂબરૂ જઇ અવેદપત્રો પાઠવવામાં આવ્યા હતા. આવેદપત્ર પાઠવ્યામાં આવ્યાના૧૫ દિવસ સુધી કોઈપણ કચેરીથી કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક માહિતી મળેલ નથી. જેથી બહુજન મુક્તિ પાર્ટી દ્વારા બીજા ચરણમાં ઘરણા પ્રદર્શન નું એલાન હતું જે વર્તમાન મહામારીની સરકારી ગાઇડ લાઇન અને નાગરિકોના આરોગ્ય માટે યોગ્ય ના લાગતા. બહુજન મુક્તિ પાર્ટીએ બીજું ચરણ ઓનલાઈન, વર્ચ્યુઅલ રીતે એલાન કર્યું છે. જેમાં ફાટક ની સમસ્યા થી પરેશાન નાગરિકોને પોતાની વ્યથાના વિડીયો બનાવીને વાઇરલ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેમાં બહુજન મુક્તિ પાર્ટીને જોરદાર પ્રતિસાદ મળતો હોય. કલોલનું સોશિયલ મીડિયા ઓવરબ્રિજના મુદ્દાથી ભરેલું જોવા મળી રહ્યું છે. વધુમાં જણાવતા બહુજન મુક્તિ પાર્ટીએ એલાન કર્યું છે કે ટૂંક સમય માં ઓવરબ્રિજની જમીની કામગીરી શરૂ નહીં થાય તો રેલ રોકો આંદોલન પણ છેડવા માં આવશે. 
HBN TV NEWS 
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે 
ક્રાઇમ રિપોર્ટર જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *