પાંચમો દિવસ ઉપવાસનો, હાર્દિકને ચાલવામાં તકલીફ, વજન ઘટ્યુ, શરીરમાં નબળાઈ

Views 75

પાટીદાર અનામત માટે પાસ કન્વીનર હાર્દિક પટેલે શરુ કરેલા ઉપવાસનો આજે પાંચમો દિવસ છે.પાંચમા દિવસે હાર્દિક હવે નબળાઈનો સામનો કરી રહ્યો છે.
હાર્દિક પટેલને ચાલવામાં તકલીફ પડી રહી છે.આમરણાંત ઉપવાસના કારણે તેનુ શરીર અશક્ત થઈ રહ્યુ છે ત્યારે ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે.જેનો હાર્દિકે ઈનકાર કરી દીધો છે.ડોક્ટરોનુ કહેવુ છે કે જો હાર્દિક ઉપવાસ ચાલુ રાખશે તો તેની કિડની પર ગંભીર અસર પડશે.હાર્દિકનુ આજે સવારે વજન 74 કિલો અને 600 ગ્રામ નોંધાયુ છે.
ડોક્ટરોએ હાર્દિકને કિડની પર અસર ના થાય તે માટે જ્યુસ પીવાની સલાહ આપી છે.
હાર્દિકનુ બ્લડ અને યુરિન સેમ્પલ લેવામાં આવ્યુ છે.જેના રિપોર્ટ આવ્યા બાદ હાર્દિકના શરીરમાં કયા પ્રકારના ફેરફાર થયા છે તેનો ખુલાસો થશે.દરમિયાન જેમ જેમ હાર્દિકનુ આપવાસ આંદોલન આગળ વધી રહ્યુ છે તેમ તેમ ગુજરાતની ભાજપ સરકાર પર દબાણ વધી રહ્યુ છે. કારણકે દેશભરમાંથી અન્ય પક્ષોના નેતાઓ હાર્દિકને મળવા માટે આવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *