એન.ડી.પી.એસ. એકટના ૩ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબનાઓએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થો જેવા કે ડ્ર્ગસ, ચરસ, કોકેઇન, હેરોઇન, ગાંજાની હેરાફેરી કે વેપાર કરતાં ઇસમોને શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચના આપેલ. જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટરશ્રી પી.બી.દેસાઇની ટીમના પો.સ.ઈ.શ્રી આઇ.એસ.રબારી, પો.સ.ઈ.શ્રી જે.વાય.પઠાણ તથા પો.સ.ઈ.શ્રી પી.એમ. પરમાર તથા સ્ટાફના માણસો દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ તથા હેરાફેરી કરતાં ઇસમોને શોધી કાઢવા પ્રયત્નશીલ હતાં. દરમ્યાન તા.૧૩/૧૨/૨૦૨૧ ના રોજ મળેલ બાતમી હકિકત આધારે અમદાવાદ શહેર, કારંજ, જી.પી.ઓ. રોડ, અરબ ગલી, સ્પેકટ્રમ કોમ્પલેક્ષ સામે, પ્રિન્સ પાન પાર્લર પાસે જાહેર રોડ ઉપરથી મોહમદ અલ્તાફ S/O ઇકબાલભાઇ શેરૂભાઇ જાતે શેખ નામના આરોપીને મેફેડ્રોન કુલ ૨૩.૨૪૦ ગ્રામ જથ્થાની કુલ કિં.રૂ. ૨,૩૨,૪૦૦/- ના જથ્થા સાથે ઝડપી લેવામાં આવેલ. બાદ આ ડ્રગ્સ નો જથ્થો વેચનાર પેડલર તૌસીફ ઉર્ફે બબ્બર S/O મોહંમદહુસેન મુર્તુઝા શેખને પણ ઝડપી લેવામાં આવેલ. જેઓની પુછપરછ દરમ્યાન એમ.ડી. ડ્રગ્સનો જથ્થો વેચાણ કરવા બાબતે વજીઉદ્દીન ઉર્ફે વજ્જુ શેખનું નામ આવતાં તેની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ. તા.૨૧/૧૨/૨૦૨૧ ના રોજ વોન્ટેડ આરોપી વજીઉદ્દીન ઉર્ફે વજ્જુ શેખ નાનો તપાસ દરમ્યાન કારંજ, રિલીફ આર્કેડ પાસેથી વજીઉદ્દીન ઉર્ફે વજ્જુ S/O હફીઝુદ્દીન ગુલામયુદ્દીન જાતે શેખ, ઉ.વ.૪૫, રહે. મ.નં. ૧૦૬, પહેલો માળ, રિલીફ એપાર્ટમેન્ટ, રીલીફ આર્કેડ પાછળ, વિજળી ઘર સામે, રીલીફરોડ, કારંજ, અમદાવાદ શહેર તથા મ.નં.૨, નિલમ એપાર્ટન્ટ, મસ્તાન મહોલ્લા, ડબગરવાડ, દરિયાપુર, અમદાવાદ નાને ઝડપી લેવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં પોતે દરિયાપુર પોપટીયાવાડમાં હોઝીયરી લાઇનમાં કામ કરતો હતો. પોતાને એમ.ડી ડ્રગ્સ નો નશો કરવાની આદાત હોય, જે નશો કરવા રૂપિયાની ખુબ જ જરૂર પડતી હોય. જેથી ચોરી છુપીથી વેપાર ધંધો પણ શરૂ કરેલ. ગોતા ખાતે રહેતા રવી શર્મા તથા તારીક શેખ નામના ઇસમો પાસેથી ડ્રગ્સ ખરીદ કરી પોતાનું કમિશન ચડાવી પોતાના ગ્રાહકોને વેચતો હતો. તારીક શેખ અને રવી શર્મા નાઓ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં એમ.ડી. ડ્રગ્સના કેસમાં પકડાયેલ છે. જે કેસમાં પોતાનું નામ પણ આવેલ, પરંતુ પોતે પકડાયેલ નહીં અને ચોરી છુપીથી ડ્રગ્સનો વેપાર ધંધો ચાલુ રાખેલ હોવાની હકીકત જણાવેલ છે. નાસતા ફરતા ગુન્હાની માહિતી: (૧) ડી.સી.બી. પો.સ્ટે પાર્ટ “બી” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૧૦૧૫૯/૨૦૨૧ ધી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૨(બી), ૨૯ (૨૩.૨૪૦ ગ્રામ એમ.ડી)(૨) ડી.સી.બી. પો.સ્ટે પાર્ટ “બી” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૧૦૧૩૫/૨૦૨૧ ધી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૨(બી), ૨૯ ( ૨૫૦ ગ્રામ એમ.ડી)(૩) ડી.સી.બી. પો.સ્ટે પાર્ટ “બી” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૧૦૧૫૫/૨૦૨૧ ધી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૨(બી), ૨૯ ( ૨૩.૮૬ ગ્રામ એમ.ડી) આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ: (૧) સને-૨૦૦૩ માં નશાબંધી શાખામાં પ્રોહીબીશન ના કેસમાં પકડાયેલ છે. (૨) એક વર્ષ પહેલાં શાહપુર અને કારંજ પોલીસ સ્ટેશનમાં લોકડાઉનમાં જાહેરનામા ભંગ ના ૨ કેસોમાં પકડાયેલ છે.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી , વૈશાલી સોની
એન.ડી.પી.એસ. એકટના ૩ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
Views 50