વિજાપુરના પિલવાઈમાં નોંધાયો, કોરોના સંક્રમિત સાસુ-વહુમાંથી વહુનો રિપોર્ટ પોઝિટિવ

Views 54

6 દિવસ અગાઉ એક જ ઘરમાં રહેતા સાસુ અને વહુને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં વધારો થઇ રહ્યો છે. જામનગર અને સુરતમાં નોંધાયા બાદ હવે આ વેરિયન્ટ ગામડામાં પણ પહોંચી ગયો છે. મહેસાણા જિલ્લામાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે નોંધાયો છે. જિલ્લાના વિજાપુરના પિલવાઈમાં 6 દિવસ અગાઉ એક જ ઘરમાં રહેતા સાસુ વહુને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઈ તંત્ર દોડતું થયું હતું. ત્યારે આ બન્નેમાંથી વહુનો કેસ ઓમિક્રોન પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો છે. આ પહેલા જામનગરમાં ત્રણ અને સુરતમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો હતો..

જિલ્લા આરોગ્ય તંત્રએ હોમ ક્વોરેન્ટાઈન કર્યા હતા
પિલવાઈમાં રહેતા 43 વર્ષીય મહિલાના પતિના નિધન બાદ શોક સભામાં અનેક લોકો આવ્યાં હતા, જેમાં સાસુ તેમજ વહુને સામાન્ય લક્ષણો દેખાતા તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યાં હતા. જેમાં બન્નેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. ત્યારબાદ જિલ્લા આરોગ્ય તંત્રએ તેઓને હોમ ક્વોરેન્ટાઈન કર્યા હતા.

મહિલા વડનગર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે
પિલવાઈ ખાતે રહેતા 43 વર્ષીય મહિલાના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યાં હતા. જ્યાં મહિલાનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. મહિલાને હાલ વડનગર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યાં છે. જિલ્લા આરોગ તંત્રના જણાવ્યાં પ્રમાણે હાલમાં ઓમિક્રોન કેસ મહેસાણા જિલ્લામાં નોંધાયો છે. મહિલાને સારવાર અર્થે મોકલી આપવામાં આવી છે.

મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી​​​​​​
ઓમિક્રોન પોઝિટીવ આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મહિલાના સ્વજનોમાં ઝિમ્બાબ્વેથી આવેલા પરિવારજનો એક બેસણા પ્રસંગે મળ્યા હતા. ઝિમ્બાબ્વેથી આવેલા સ્વજનોનો ત્રણ-ત્રણ વખત રિપોર્ટ કર્યા બાદ પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *