ગઢમાં 40થી વધુ કાર તોડી પાડવામાં આવી હતી
ATM ને પણ ફાયદો થયો
20 થી વધુ કર્મીઓએ સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો
અમદાવાદના નિર્ણયનગરમાં અસામજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જેમાં નિર્ણયનગરમાં 40થી વધુ કારના કાચ તોડવામાં આવ્યા છે. તથા ATMને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેમાં 20થી વધુ લોકોએ સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. તથા અસામાજિક તત્વોએ લોકોને માર પણ માર્યો છે. જેમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હાથમાં લાકડી, હોકી અને તલવાર સાથે આવ્યા
શહેરના નિર્ણયનગર વિસ્તારમાં 40થી વધુ ગાડીઓના કાંચ તોડવામાં આવ્યા છે. તથા વિસ્તારની નજીક આવેલા ATMને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેમજ રસ્તામાં આવેલી તમામ ગાડીઓ અને રિક્ષાનાં કાચ તોડવામાં આવ્યા છે. જેમાં 20થી વધુ યુવાનો બાઈકો સાથે આવ્યા હતા. તથા હાથમાં લાકડી, હોકી અને તલવાર સાથે આવ્યા હતા. જેમાં વિસ્તારમાં પોતાની ધાક જમાવાનો પ્રયત્નો કરતા હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. તથા અસામાજિક તત્વો દ્વારા લોકોને માર પણ મારવામાં આવ્યો છે.

પીડિતોને સારવાર અર્થે સિવિલ મોકલવામાં આવ્યા
નિર્ણયનગર વિસ્તારમાં સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરવામાં આવતા રહિશોમાં ડરનો માહોલ બન્યો છે. રવિવારે મોડીરાત્રે અસામાજિક તત્વોએ વાહનો સિવાય ATMમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનો રિપોર્ટ મળી રહ્યો છે. રસ્તા પર પાર્ક કરવામાં આવેલી ગાડીઓ અને રિક્ષાના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. આ ઘટનામાં 20 જેટલા અસામાજિક તત્વોએ તોડફોડ કર્યાની શક્યતા સેવવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ પોલીસને કરાતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ગાડીઓ અને રિક્ષાના કાચ પણ તોડી નાખ્યા
અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા નંદનવન આવાસ યોજનામાં રવિવારે મોડી સાંજે પાર્ક કરાયેલી ગાડીઓ અને બાઇકોમાં તોડફોડ કરવામાં આવી છે. અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે 40 જેટલા વાહનોના કાચ તોડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અસામાજિક તત્વોએ નંદનવન આવાસ યોજનાની અંદર જ નહીં, બહાર રોડ પર પાર્ક થયેલી કેટલીક ગાડીઓ અને રિક્ષાના કાચ પણ તોડી નાખ્યા હતા.