ઓમિક્રોનની વિશેષતાઓ દર્શાવતા નમૂનાઓ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા
અમદાવાદ સિવિલમાં અલગ ઓમિક્રોન વોર્ડ બનાવાયો
પાંચમા અને છઠ્ઠા માળે વિવિધ પાંખોમાં વોર્ડ તૈયાર કરો
કોરોનાબાદ અત્યારે વિશ્વમાં ઓમિક્રોનની દહેશત શરુ થઈ છે. જેના સતર્કતાના પગલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં સોલા સિવિલના પાંચમાં અને છઠા માળે અલગ અલગ વિંગમાં ઓમિક્રોન અને કોરોનાના દર્દીઓ અલગ અલગ રહી શકે તે પ્રકારના વોર્ડ તૈયાર કરાયા છે.

સરકારી હોસ્પિટલો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ
મહત્વનું છે કે ઓમિક્રોનના કેસો હજુ ગુજરાતમાં નિહવત્ત છે. પરંતુ જો અચાનક કેસો વધે તો અમદાવાદની સરકારી હોસ્પિટલો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરાઈ દેવાઈ છે. તેમાં ઓમિક્રોનના લક્ષણો જણાતા સેમ્પલ પૂણે લેબમાં મોકલાયા છે.
અમદાવાદ સિવિલમાં અલાયદો ઓમિક્રોન વોર્ડ ઉભો કરાયો
દેશમાં કોરોના વાઇરસના નવા ઘાતક વેરિએન્ટથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા વધવાથી સ્થિતિ ચિંતાજનક બની છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. બીજી તરફ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ એક શંકાસ્પદ દર્દીને દાખલ કરવામાં આવતા હડકંપ મચ્યો છે.

હાલ દર્દીને ઑક્સિજન પર રાખવામાં આવ્યો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં એક શખ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને શહેરના સોલા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે દર્દીમાં ઓમિક્રોનના લક્ષણો જણાતાં તેનું સેમ્પલ વધારે ટેસ્ટિંગ માટે પૂણે લેબમાં મોકલવામાં આવ્યું છે. હોસ્પિટલ સત્તાધીશોનું કહેવું છે કે, કોરોના અને ઓમિક્રોનના લક્ષણો એકસરખા હોવાથી તકેદારીના ભાગરૂપે દર્દીનું સેમ્પલ પૂણે લેબમાં મોકલવામાં આવ્યું છે. હાલ દર્દીને ઑક્સિજન પર રાખવામાં આવ્યો છે.

જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ મળ્યો
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ મળ્યો હતો. જામનગરમાં આફ્રિકી દેશ ઝિમ્બાબ્વેથી પરત ફરેલ ગુજરાતી મૂળનો વ્યક્તિ કોરોનાના નવા વેરિએન્ટથી સંક્રમિત મળી આવ્યો હતો. જે બાદ તેના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં NRI શખ્સની પત્ની અને તેનો સાળો પણ ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત હોવાનો રિપોર્ટ આવ્યો છે.

ગુજરાતમાં વધી રહી છે કોરોના દર્દીઓની સંખ્યા
દૈનિક સાજા થનાર દર્દીની સરખામણીએ કેસ વધુ નોંધાતાં રિકવરી રેટ ઘટીને 98.72 ટકા થઈ ગયો છે. મહત્ત્વનું છે કે આજે ઘણા સમય પછી એક સાથે ચાર મહાનગર અમદાવાદ, જામનગર, સુરત અને વડોદરામાં કેસ ડબલ ડિજીટમાં નોંધાયા છે.