એસપી. પોક્સો કોર્ટે સમાજને ભયાનક ચુકાદો આપ્યો
રવાપરમાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મ
તેને સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની જેલની સજા ફટકારી હતી.
રવાપરમાં વર્ષ 2018માં બનેલા 14 વર્ષની સગીરાના અપહરણ બાદ 50 વર્ષીય ઢગાએ આચરેલા દુષ્કર્મના કેસમાં આરોપીને ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. નોંધનીય છે કે, આરોપીએ સગીરાનું અપહરણ કર્યું તે પૂર્વે કન્યાના પિતાને એવી પણ ધમકી આપી હતી કે, તારી પુત્રીને લઈ જઈશે. અલબત, કોર્ટ બનાવમાં ધાક બેસાડતો ચૂકાદો આપ્યો છે.

આરોપીએ ફરિયાદી સાથે ઝઘડો પણ કર્યો હતો
કેસની પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે નખત્રાણા તાલુકાના રવાપર ગામના આરોપી વિરજી ભીમજી જોશીએ ફરિયાદીને કહ્યું કે, તારી પુત્રીને લઇ જઇશ. તેથી ફરિયાદીએ કહ્યું કે શું કામ લઇ જઇશ? મારી છોકરી નાની છે. તેથી આરોપીએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. બાદમાં બીજા દિવસે ફરિયાદીને તેની 14 વર્ષીય સગીર પુત્રી ઘરમાં ક્યાંય જોવા મળી નહોતી. તેથી આસપાસમાં તપાસ કરી હતી, પરંતુ સગીરા ક્યાંય જોવા મળી નહોતી. સગીર પુત્રી સાથે વિરજી અવાર-નવાર ખોટી હરકતો કરતો હતો, તેથી ફરિયાદીએ વિરજી સામે સગીરાને લલચાલી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓએ અનેક વિસ્તારોમાં બાંધ્યો હતો સગીરા સાથે સંબંધ
બાદમાં, અંદાજિત 14 દિવસ બાદ પોલીસને સગીરા મળી આવતાં તપાસ કરવામાં આવતાં આરોપી વિરજીએ સગીરાને રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં લઇ જઇને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાધ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગુનાની તપાસ બાદ માનકુવા પોલીસ સ્ટેશનમાં આઇપીસી 363, 366, 376 (2) (એન) તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો તળો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
ભુજની સ્પેશિયલ કોર્ટે ફટકારી સખત કેદની સજા
કોર્ટમાં સરકાર તરફે 15 સાક્ષી અને 18 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ભુજની સ્પેશિયલ (પોક્સો) કોર્ટના જજ પી.એસ. ગઢવીએ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. કેસમાં સરકાર તરફે પોક્સો એક્ટના ખાસ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી.
કયા ગુનામાં કેટલા વર્ષની સજા ?
કોર્ટ દ્વારા કેસમાં આરોપી વિરજીને આઇપીસી 363માં ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદ, કલમ 366માં ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદ, કલમ 376(2)(એન) તથા પોક્સો એક્ટની કલમ 5(એલ),6,8 મુજબ ગુનેગાર ઠેરવીને 20 વર્ષની સખત કેદ અને પાંચ હજારના દંડની સજા કરવામાં આવી છે. આમ કુલ રૂ. 15000ના દંડની સજાનો હુકમ કરાયો છે.