આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ કરશે

Views 116

આજથી ત્રિદિવસીય ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ યોજાશે

મતક્ષેત્રમાં 275 કરોડ રૂ. ના વિકાસકામોનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાશે ભૂમિપૂજન

અમદાવાદના સોલામાં ઉમિયાધામનો શિલાન્યાસ કરાશે. શિલાન્યાસમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. આજથી ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવ યોજાશે. જેમાં ખાસ કરીને છેલ્લા દિવસે એટલે કે 13 ડિસેમ્બરે PM મોદી વર્ચ્યુઅલી જોડાશે. રૂ.1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે અને 1200 વિદ્યાર્થી રહી શકે તેવી હોસ્ટેલ બનાવાશે. ઊંઝા ઉમિયાધામના ચેરમેને કહ્યું છે કે મંદિર લગભગ 1500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. અહીં શિક્ષણ અને ધર્મ સંકુલને લઈને નવી ઈમારતો બનશે. સમાજના 1200થી વધારે દીકરા કે દીકરીઓ માટે શાળાકીય શિક્ષણથી લઈને માસ્ટર્સની વ્યવસ્થા કરાશે. માતાજીની સંસ્થામાં કોઈ રાજનીતિ નથી. તમામ રાજકીય પક્ષના નેતાઓને આમંત્રણ અપાયું છે.

આવો હશે 3 દિવસનો કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમારોહમાં હાજર રહેશે. મુખ્યમંત્રી મંદિરનું ભૂમિપૂજન કરશે. આજે એટલે કે 11 ડિસેમ્બરે સવારે 9 કલાકે મહોત્સવ શરૂ થશે અને તેમાં પોથીયાત્રા યોજાશે. 12 ડિસેમ્બરે મંદિરના પ્રાંગણમાં ભવ્ય નવચંડી યજ્ઞ થશે અને સાથે જ આખરી દિવસે 13 ડિસેમ્બરે શિલાપૂજન થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલ સંબોધન કરશે.
અમિત શાહનો પ્રવાસ આવો રહેશે
ગૃહમંત્રી અમિત શાહ સવારે 11 કલાકે ઉમિયા માતા મંદિરનો શિલાન્યાસ સોલા કેમ્પસમાં કરશે. આ પછી સાંજે 5 વાગે થલતેજ રેલ્વે ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. આ પછી સાંજે 5.30 કલાકે વિવિધ વિકાસ કામનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે.

કેવી હશે વ્યવસ્થા
ઉમિયાધામ સંસ્થા તમામ સમાજને સાથે રાખીને કામ કરે છે. અંબાજી, બહુચરાજી સહિતની સંસ્થાઓ લોકોને મદદ કરે છે. 74 હજાર વાર સાથે વ્યવસ્થા છે જેમાં હોસ્ટેલ, ભોજનાલય પણ બનશે. રહેવાની વ્યવસ્થાની સાથે પ્રાચિન નાગરશૈલીની થીમ પર ભવ્ય મંદિર બનશે. 255 ફૂટ, 160 ફૂટ અને 132 ફૂટ શિખર કળશનું મંદુર હશે જેમાં ક્યાય લોખંડનો ઉપયોગ કરાશે નહીં. 51 હજાર કરોડના મંત્રો સાથે પોથી યાત્રાનું આયોજન પણ કરાશે.
પહેલા આ કાર્યો પર ભાર મૂકાશે
પહેલા 300 કરોડનો ખર્ચ કરીને હોસ્ટેલ, ભોજનાલય, શિક્ષણ અને આરોગ્ય સંકુલ બનશે. અત્યાર સુધીમાં 60 કરોડનું દાન ઉંઝા ઉમિયાધામને મળી ચૂક્યું છે. જ્યારે આ સિવાય 65 કરોડ રૂપિયા સંસ્થા ધરાવે છે.
આ રીતે તૈયાર કરાશે મંદિરની પ્રતિકૃતિ
મળતી માહિતિ અનુસાર સવારે 8:30થી સાંજે 5:30 સુધી આ મહાયજ્ઞ ચાલશે. 10 હજાર દીવાની મદદથી અહીં મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે. આ સાથે 108 કળશ પણ રખાશે. આ કળશની ખાસિયત એ હશે કે દેશ અને વિદેશમાં યજમાનો આ કળશ સાથે ફર્યા હતા.
100 વીઘાની જમીન પર આવી રીતે તૈયાર થશે મંદિર
29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનો શિલાન્યાસ થયા બાદ દેશ અને વિદેશમાંથી પણ અનેક સંપ્રદાયના સાધુ અને સંતો હાજર રહ્યા. 100 વીઘામાં તૈયાર થનાર મંદિરમાં અન્ય આયામ જોડાયા. જેમાં સ્કિલ યુનિવર્સિટી, વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન અને સાથે સ્પોર્ટ સંકુલ અને NRI ભવનનો સમાવેશ કરાયો છે.
કેવી હશે માતા ઉમિયાની મૂર્તિ
જાસપુરમાં 100 વીઘા જમીનમાં બનવા જઈ રહેલા 431 ફૂટના વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી મંદિર 10 ફૂટ નીચે સોનું, તાંબું, ઝવેરાત, મોતી સહિત પંચધાતુનું 14 કિલોનો સામાન તૈયાર કરાયો હતો. જમીનથી 52 ફૂટ ઊંચા સ્થાને માતાજીની મૂર્તિ રખાશે. આ સિવાય 270 ફૂટની ઉંચાઈએ એક વ્યૂઈંગ ગેલેરી પણ બનશે. મંદિરનું ગર્ભગૃહ 9 શિલા પર તૈયાર કરાશે. આ વિશેષ શિવા કૂર્મ શિલા, નંદ શિલા, ભદ્રા શિલા, જય શીલા, પૂર્ણા શિલા, અજિતા શિલા, અપરાજિત શિલા, શુક્લા શિલા, સૌભાગિની શિલા તમામની પૂજન વિધિ કરાઈ હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *