સુરતમાં બાળકી સાથે છેડતી કરનાર આરોપી દોષિત જાહેર

Views 146

16 ડિસેમ્બરે કોર્ટ દોષિતને સજા સંભળાવશે

7 ડિસેમ્બર 2020માં પાંડેસરામાં બની હતી ઘટના

દુષ્કર્મ બાદ 10 વર્ષની બાળકીની કરી હતી હત્યા

સુરતમાં વધુ એક બાળકી ભોગ બની હતી. જેમાં તેના પર દુષ્કર્મ કરી અને હત્યા કરવામાં આવી હતી. તેમાં સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી દોષિત જાહેર થયો છે. તથા 16 ડિસેમ્બરે કોર્ટ દોષિતને સજા સંભળાવશે.

દુષ્કર્મ અને હત્યામાં કોર્ટ 16 તારીખે ચૂકાદો
દસ વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા મામલે શહેરમાં ચકચાર મચી હતી. જેમાં 7 ડિસેમ્બર 2020માં પાંડેસરામાં ઘટના બની હતી. તેમાં દુષ્કર્મ બાદ 10 વર્ષની બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં દુષ્કર્મ અને હત્યામાં કોર્ટ 16 તારીખે ચૂકાદો આપશે. ગયા ડિસેમ્બર 2020માં પાંડેસરમાં દુષ્કર્મ અને હત્યા થઇ હતી. તેમાં એડિશનલ ડિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટ ચુકાદો આપશે.

બાળકીની લાશને ઝાડીમાં ફેંકી દીધી
ઉલ્લેખનિય છે કે બાળકીને માથામાં પથ્થર મારી તેની હત્યા કરવામાં આવી હતી. જેમાં બાળકીની લાશને ઝાડીમાં ફેંકી દીધી હતી. તથા CCTV કેમેરાના આધારે સ્થાનિકોએ જ આરોપીને શોધી કાઢ્યો હતો. તેમજ સ્થાનિકોએ પોલીસને આરોપીને સોંપ્યો હતો. તથા પાંડેસરા પોલીસે સમગ્ર મામલે ચાર્જ શીટ ફાઈલ કરી હતી.

નાસ્તાની દુકાનના સીસીટીવીમાં આરોપી કેદ
દુષ્કર્મ અને હત્યામાં કોર્ટ આજે ચૂકાદો આપે તેવી શકયતા હતી. પણ હવે 16 ડિસેમ્બરે કોર્ટ દોષિતને સજા સંભળાવશે. સુરતના પાંડેસરમાં વિસ્તારમાં ડિસેમ્બર 2020માં આ ઘટના બની હતી. આરોપી દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણે હાલ જેલમાં છે. જેમાં નરાધમ દિનેશે બાળકીને નાસ્તો પણ કરાવ્યો હતો. તથા ભેદવાડ દરગાહ પાસે નાસ્તાની દુકાનના સીસીટીવીમાં આરોપી કેદ થયો હતો. જેમાં દિનેશે બાળકીને બપોરે 2.56 મિનિટે નાસ્તો અપાવી સાથે લઈ ગયો હતો.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *