ઓમિક્રોનના ગભરાટ પાછળ સેન્સેક્સમાં 949 પોઇન્ટ્સનું ગાબડું
બુધવારે RBI મોનેટરી પોલિસી સમીક્ષા અગાઉ ટ્રેડર્સે લોંગ પોઝિશન હળવી કરી હોવાનો મત
ઓમિક્રોનને કારણે લૉકડાઉનની શક્યતા નથી
માર્કેટ એનાલિસ્ટ્સના મતે હાલનો ઘટાડો અલ્પજીવી નીવડી શકે છે. કેમકે સરકાર તરફ્થી ઓમિક્રોનને કારણે ક્યાંય કોઈ લૉકડાઉન આપવામાં આવે તેવી શક્યતાં નથી. વૈશ્વિક બજારોમાં ઓમિક્રોન ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યો છે અને ભારતીય બજારે પણ સોમવારે તેને મહદંશે ડિસ્કાઉન્ટ કરી દીધું છે. આરબીઆઈ બે દિવસ બાદ તેના પોલિસી રિવ્યૂમાં વ્યાજદર સ્થિર જાળવી રાખવાને લઈને પણ સર્વસંમતિ છે આમ માર્કેટમાં વધ-ઘટ વચ્ચે સુધારાતરફ્ી ટોન જોવા મળેતેવી શક્યતા છે.

આવી રહી સોમવારે માર્કેટની શરૂઆત
શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત તીવ્ર ઘટાડા સાથે થઈ હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 949 પોઇન્ટ્સના ઘટાડે 56,747ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં તે 1,714 પોઇન્ટ્સનો ઘટાડો દર્શાવી ચૂક્યો છે. બેન્ચમાર્ક નિફ્ટી 285 પોઇન્ટ્સ ગગડી 16,912ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે સતત બીજા સપ્તાહે 17 હજારની નીચે બંધ દર્શાવ્યું હતું. સોમવારે તીવ્ર ઘટાડા વચ્ચે રોકાણકારોની વેલ્થમાં માત્ર રૂ. 90 હજાર કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં મળીને ઇન્વેસ્ટર્સે રૂ. 5.8 લાખ કરોડ ગુમાવ્યાં છે. વોલેટિલિટી ઇન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 9 ટકા ઊછળી 20.07 પર જોવા મળ્યો હતો.

વૈશ્વિક સ્થિરતા વચ્ચે ભારતીય માર્કેટમાં જોવા મળી નબળાઈ
વૈશ્વિક બજારોમાં સ્થિરતા વચ્ચે ભારતીય બજારે તાજેતરમાં વધુ એક અન્ડરપર્ફેર્મન્સ દર્શાવ્યું હતું. એશિયન બજારોમાં હોંગકોંગ સ્થાનિક કારણોસર નરમાઈ દર્શાવતું હતું. જ્યારે અન્ય બજારો સાધારણ વધ-ઘટ સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. બપોરે યુરોપીય બજારો પણ ગ્રીન ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જોકે ભારતીય બજાર દિવસ દરમિયાન બાઉન્સ દર્શાવી શક્યું નહોતું અને સતત ઘસાતું રહ્યું હતું. સોમવારે નિફ્ટી કાઉન્ટર્સમાં એકમાત્ર યુપીએલને બાદ કરતાં અન્ય તમામ 49 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ ત્રીસે-ત્રીસ કાઉન્ટર નેગેટિવ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં બ્રોડ બેઝ વેચવાલી વચ્ચે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નરમ જોવા મળી હતી. જોકે તેમ છતાં અપર સર્કિટ્સ દર્શાવનાર કાઉન્ટર્સનું પ્રમાણ નોંધપાત્ર ઊંચું જોવા મળ્યું હતું. બીએસઈ ખાતે 489 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જેની સામે 229 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં જોવા મળ્યા હતાં. બીએસઈ ખાતે 215 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 43 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું.