3 વાગ્યાથી હાર્દિકના આમરણાંત ઉપવાસ

Views 66

હાર્દિક પટેલ આજે 25 ઓગસ્ટથી બપોર બાદ 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. તેના ભાડાના ફાર્મ હાઉસ પર ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ પહોંચી રહ્યા છે. હાર્દિકના ઉપવાસમાં જોડાવવા માટે મહેસાણા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અમદાવાદ જતાં પાસ આગેવાન અને પાટીદારોની પોલીસ અટકાયત કરવાનું શરૂ કર્યું છે. મહેસાણામાં સુરેશ ઠાકરે અને સતિષ પટેલ સહિતના અટકાયત કરાઈ છે. જ્યારે બનાસકાંઠામાં 19 પાટીદાર યુવાનોને પાલનપુરથી અટકાયત કરી છે. જ્યારે પંચમહાલમાં પાસ કન્વીનર નીરજ પટેલની કાલોલથી અટકાયત કરાઈ છે. સુરતના પાસ કન્વીનર નિલેશ કુંભાણીની પણ અટકાયત થઈ છે.

પોલીસ હાર્દિકને સમર્થન આપવા જનારના ડોક્યુમેન્ટની ચકાસણી, નોંધણી બાદ આપે છે પ્રવેશ
હાર્દિક આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે ત્યારે તેને સમર્થન આપવા માટે ગુજરાતભરમાંથી પાટીદારો ઉમટી રહ્યા છે. ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કરે છે ત્યારે બાદ તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપે છે. પોલીસની આ કાર્યવાહીથી પાસ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજ્યમાં 144ની કલમ લાગુ
હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતી અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગુ કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ ફોર્જ ઉતારી દેવામાં આવી છે
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *