વિકી 9 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે શહેરો બાંધશે, બપોરે 3 વાગ્યે પેવેલિયન પર પહોંચશે.
વિકી કૌશલ તથા કેટરીના કૈફ સોમવાર, 6 ડિસેમ્બરની રાત સુધી સવાઈ માધોપુરની સિક્સ સેન્સ ફોર્ટ આવશે. અહીં ફતેહ દરવાજા આગળ મહેમાનોનું સ્વાગત ગુલાબની પાંખડીઓની વર્ષાથી થશે. આ સાથે જ સારંગી પર રાજસ્થાની લોકગીતની ધૂન વાગશે.
લગ્નમાં કડક સુરક્ષા વ્યવસ્થા
વિકી-કેટના લગ્નમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક રાખવામાં આવી છે. પહેલો સિક્યોરિટી ચેક ઇન પોઇન્ટ હોટલના એન્ટ્રેસ ગેટ પર અને બીજો ચેકિંગ પોઇન્ટ ફતેહ દરવાજા સાઇડ બનાવવામાં આવ્યું છે. અહીં પોલીસના જવાન, પ્રાઇવેટ બાઉન્સર્સ તથા હોટલની સિક્યોરિટી રહેશે. ગેસ્ટનું કોવિડ પ્રોટોકોલ હેઠળ ટેમ્પ્રેચર ચેક કરવામાં આવશે.
કેટ-વિકી મોડી રાત્રે આવશે
કેટરીનાની બહેન નતાશા પરિવાર સાથે જયપુર આવી ગઈ છે. કેટનો સ્ટાફ તથા સ્ટાઇલિસ્ટ અનિતા શ્રોફ પણ જયુપર આવી ગઈ છે. આ તમામ જયુપરથી બાય કાર સવાઈ માધોપુર ગયા છે. કેટરીનાની અન્ય બહેનો, ભાઈ તથા માતા આજs મોડી સાંજ સુધીમાં સવાઈ માધોપુર પહોંચી જશે. તો વિકી કૌશલ પેરન્ટ્સ તથા ભાઈ સાથે આવશે.
વિકી-કેટના લગ્નનું શિડ્યૂલ
7 ડિસેમ્બરે
સંગીત સેરેમની
8 ડિસેમ્બરે
દિવસે મહેંદી સેરેમની,
પછી હલ્દી સેરેમની
9 ડિસેમ્બર
અંદાજે બપોરે 1વાગે સેહરો બાંધશે
૩ વાગે વિકી લગ્ન મંડપ માં આવશે
સાંજે વિકી કેટ- લગ્ન કરશે
રાત્રે 8:3૦ થી 1 વાગ્યા સુધી ડીનર તથા પુલ
સાઈડ પર પાર્ટી થશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈથી મહેમાનો માટે ખાસ ચાર ડઝન ક્રોકરી મગાવવામાં આવી છે. આ ઉપરાંત 300 ક્રોકરીના સેટ પણ મગાવવામાં આવ્યા છે.
કર્ણાટક-થાઇલેન્ડથી શાકભાજી આવી
વિકી-કેટના લગ્ન માટે કર્ણાટકથી પાલક, કોબીજ, મશરૂમ, લાલ કેળાં મગાવવામાં આવ્યાં છે. કર્ણાટકથી ટ્રક ભરીને શાકભાજી સિક્સ સેન્સ હોટલમાં લાવવામાં આવી હતી. આટલું જ નહીં, થાઇલેન્ડથી પણ અનેક પ્રકારની શાકભાજી મગાવવામાં આવી છે.
દેશીથી લઈ કોન્ટિનેન્ટલ ફૂડ
વિકી-કેટરીના કૈફના લગ્નમાં રાજસ્થાની વ્યંજનથી લઈ પંજાબી ફૂડ પણ સામેલ છે. કોન્ટિનેન્ટલ વાનગીઓ પણ સર્વ કરવામાં આવશે.